કાઠમાંડૂ,તા.૨૧
નેપાળ સરકારે ૧૪ ડિસેમ્બરના રોજ ભારતની ૨ હજાર, ૫૦૦ અને ૨૦૦ રૂપિયાની કરન્સી નોટો પર પ્રતિબંધ મૂક્યા બાદ રવિવારે નેપાળની સેન્ટ્રલ બેન્ક, નેપાળ રાષ્ટ્ર બેન્કે ભારતની ૧૦૦ રૂપિયાથી વધુના મુલ્યની ભારતની કરન્સી નોટ સ્વીકારવા પર પ્રતિબંધ ફરમાવતો એક સરક્્યુલર બહાર પાડ્યો છે. આ અંતર્ગત નેપાળી ટ્રાવેલર્સ, બેન્ક અને ફાઈનાન્સિયલ ઇનસ્ટિટ્યૂશન આ કરન્સી નોટ ન લેવાનું કહેવામાં આવ્યું છે. આ અંગેનો એક અહેવાલ નેપાળના મિડિયામાં પ્રસિધ્ધ થયો છે.
નવા નિયમ મુજબ નેપાળનો નાગરીક ભારત જવા સિવાયના સંજાગોમાં ભારતની ૨૦૦,૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટ સાથે રાખી શકશે નહિ. આ ઉપરાંત નેપાળી પણ બીજા દેશની કરન્સી નોટ નેપાળમાં લાવી શકશે નહિ. જાકે ભારતની ૧૦૦ કે તેનાથી ઓછા મુલ્યની નોટને નેપાળમાં વાપરી શકાશે. અને વ્યવહાર કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે આ પ્રતિબંધનો ટ્રાવેલ ટ્રેડર્સ અને ઉદ્યોગ સાહસિકોએ વિરોધ કર્યો હતો. તેમણે આ મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે આ પગલાને કારણે ટુરીઝમને અસર થશે. નોંધનીય છે કે નેપાળ સરકારે વિઝીટ નેપાળના કેમ્પેનની શરૂઆત હાલ કરી છે. અને આ કેમ્પેનનો મુખ્ય હેતું વર્ષ ૨૦૨૦ સુધીમાં નેપાળમાં ૨ મિલિયન ટુરિસ્ટને આકર્ષવનો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



