સ્વતંત્રતા પર્વ નિમિત્તે વેજલપુર ખાતે યુવા શક્તિ સંઘઠન દ્રારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું.

0
28

આજ રોજ ભરૂચના વેજલપુર ખાતે સમસ્ત વેજલપુર યુવા શક્તિ સંગઠન દ્રારા સ્વતંત્રતા
પર્વ નિમિત્તે યુવાનો દ્રારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમસ્ત વેજલપુર યુવા શક્તિ સંગઠન દ્રારા ભારતના ૭૨માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે આજ રોજ સવારના ૧૦ વાગે વેજલપુરના યુવાનો મોટી સંખ્યામાં બમ્બાખાને એકત્રિત થઈને તિરંગા સાથે દેશ ભક્તિના ગીતો સહિત,ડીજે,તથા ઢોલ,નગારા ના તાલે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા બમ્બાખાના થી નીકળી નાની બજાર,લીમડી ચોક,મહોમદપુર,તથા સમસ્ત વેજલપુર માં ફરી હતી.

આ શોભાયાત્રા યુવાનો દ્રારા ભારત માતાકી જય અને વંદેમાતરમ ના નારાઓ થી સમગ્ર વિસ્તાર આઝાદીના પર્વમાં રંગાઈ ગયો હોય તેમ લાગી રહ્યું હતું.આ યાત્રામાં વેજલપુર ના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
–

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY