નેપાળમાં ગેરકાયદેસર નેટવર્કિંગનાં આરોપમાં ૧૨ ભારતીયોની ધરપકડ

0
5

કાઠમાંડૂ,તા.૧૨
હિમાલયી દેશ નેપાળમાં કથિત રીતે ગેરકાયદેસર નેટવર્કિંગનો ધંધો ચલાવવા અને અનેક લોકોને ઠગવાનાં આરોપમાં ૧૨ ભારતીય લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશનાં રહેનારા છે.
તમામ આરોપીઓને કાઠમંડુની એક હોટલમાંથી શુક્રવારની ધરપકડ કરવામાં આવી છે. તે સમયે લગભગ ૩૦૦ નેપાળીઓને માટે ગેરકાયદેસર નેટવ‹કગનો વ્યવસાય ચલાવવાનાં ઉદ્દેશ્યથી એક પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. આ નેટવર્કિંગ વેપાર અંતર્ગત પૈસા વગર કોઇ માન્ય ચેનલને વિદેશોમાં મોકલવામાં આવતા હતાં.
મેટ્રોપોલિટન ક્રાઇમ રેન્જે કહ્યું કે, તમામ શંકાસ્પદોની ધરપકડ લેવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે, ધરપકડ કરેલ લોકોએ પહેલાં જ કંપનીનાં નામ પર અનેક નેપાળીઓને ઠગી લીધાં છે. આ સાથે જ નેપાળ રાષ્ટ્ર બેંકે આની પર પ્રતિબંધ લગાવી દીધેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY