૩૧ જાન્યુઆરી સુધીમાં ચેનલ પસંદગી કરી શકાશેઃ ટ્રાઈનો નિર્દેશ

0
10

ન્યુ દિલ્હી,તા.૨૮
ટીવી ચેનલો જાવા માટે મનપસંદ પેકેજ પસંદ કરવા માટેના નવા નિયમો લાગુ કરવાની મુદત ટ્રાઈ દ્વારા ૨૯ ડિસેમ્બરથી વધારીને ૩૧ જાન્યુઆરી કરવામાં આવી છે.
ટ્રાઈના સચિવ એસ કે ગુપ્તાએ કહ્યું હતુ કે બ્રોડકાસ્ટર, ડીટીએચ ઓપરેટર અને કેબલ ઓપરેટરો સાથેની બેઠક બાદ તેમની અપીલના આધારે નિર્ણય લેવાયો છે.જેનાથી ગ્રાહકોને પણ વિકલ્પ પસંદ કરવા માટે સમય મળશે.
અત્યાર સુધી એવુ થતુ હતુ કે દર મહિને ૨૫૦ થી ૩૦૦ રુપિયા ખર્ચીને લેવાતા કેબલ કનેક્શનમાં ઓપરેટર દ્વારા જે ચેનલો બતાવવામાં આવે તે ચેનલ દર્શકે જાવી પડતી હતી.જાકે હવે ટ્રાઈના નવા નિયમ પ્રમાણે દર્શકો પર કોઈ ચેનલ માથે નહી મારી શકાય.ગ્રાહકોએ એજ ચેનલ જાવા પૈસા ચુકવવા પડશે જે તેઓ જાવા માગંતા હોય.તેની સાથે દરેક ચેનલની કિંમત ટીવી સ્ક્રીન પર દર્શાવવી પડશે.
આ નિયમ ૨૯ ડિસેમ્બરથી લાગુ થવાનો હતો.જેની સામે ઓપરેટરો વિરોધ કરી રહ્યા હતા.હવે ટ્રાઈ દ્વારા દર્શકોને ચેનલો પસંદ કરવા માટે બીજા એક મહિનાનો સમય અપાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY