“પાપણ પર ઝુલતા તા શમણા, એ શમણાનો હું પણ એક ભાગ હતો… યાદ છે”

0
126

કાવ્ય તેમજ ગઝલનું પઠન કરી પાંચ પાંચ કવિઓએ ધરમપુરમાં શ્રોતાઓને શબ્દ અને કવિતા જગતની સફર કરાવી : સાહિત્ય પ્રભાતના દ્વારા આયોજિત કવિ સંમેલનમાં ૧૦૦૦ થી વધુ શ્રોતાજનોએ “દાદ” આપીને માણ્યો

“પાપણ પર ઝુલતા તા શમણા, એ શમણાનો હું પણ એક ભાગ હતો… યાદ છે”

“કવિતા.કોમ” ના શીર્ષક હેઠળ “સાહિત્ય-પ્રભાત” ધરમપુરના રાહબરી હેઠળ અનોખા કવિ સંમેલનમાં ગુજરાતી કાવ્ય જગતના ટોચના કવિઓ સર્વ અંકિત ત્રિવેદી, અનિલ ચાવડા, ભાવેશ ભટ્ટ, તેજશ દવે, ભાવિન ગોપાણી જેવા પાંચ-પાંચ કવિઓએ કાવ્ય તેમજ ગઝલનું પઠન કરી ધરમપુરમાં શ્રોતાઓને શબ્દ અને કવિતા જગતની સફર કરાવી એક અનોખી અને અનેરી મેહફીલ જમાવી હતી ૧૦૦૦ થી વધુ શ્રોતાઓના સતત મળતા “દાદ”ને કારણે આ તમામ કવિઓ પણ ખુબ ખીલ્યા હતા. કવિ સંમેલનમાં અંકિત ત્રિવેદીના સંચાલને કાર્યક્રમને ગુજરાતી સાહિત્ય તત્વ (જી એસ ટી)ના સાથેવરે જીવંત રાખ્યો હતો.
સાહિત્ય-પ્રભાત ધરમપુર તથા મહારાણા નારાયણદેવજી લાઈબ્રેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કવિ સંમેલન આજે યોગાનુયોગ કવિશ્રી શૂન્ય પાલનપુરીની પુણ્યતિથી હોઈ એમના “પરિચય છે દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી છાનું અમારું વ્યક્તિત્વ, તમારા પ્રતાપે બધા ઓળખે છે” થી શરુવાત કરી આજની તારીખ અને તવતારીખ ભેગા થતા આજના આજના કવિ સંમેલનને “તહેવાર” તરીકે ઉજવીએ એમ કહી સંમેલનને અનોખો ઓપ આપ્યો હતો.
“પાપણ પર ઝુલતા તા શમણા, એ શમણાનો હું પણ એક ભાગ હતો… યાદ છે”, છાપાની દુનિયા સાથે જોડેલી પંક્તિએ “હાહાકાર મચી જશે હું કઈ બોલીશ તો, મેં પણ મારી અંદર એક છાપું સંતાડી રાખ્યું છે” અને “ કોઈને કરવા મદદ જે કામ ના આવી કદી, નોટબંધી વખતે કેશ કેવી રીતે નીકળી” જેવી કહેતા જ કવિને મળતી “દાદ”ને કારણે પરિસર ગુંજી ઉઠ્યું હતું.
શરૂવાતમાં તમામ કવિઓને મહિલાવૃંદે આવકાર્યા હતા, બાદ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ધરમપુરમાં થતી સાહિત્યની પ્રવૃતિઓને બિરદાવી નાનાકડા ધરમપુરમાં કવિ સંમેલનમાં ૧૦૦૦ વધુ શ્રોતાઓની હાજરી આહીના લોકોની કવિતા અને સાહિત્ય પ્રત્યેની રુચિનો પરિચય આપે છે એમ જણાવ્યું હતું. શરૂવાતનું સંચાલન તુષાર ગોસ્વામી અને આભારવિધિ હિમાંશુ આગ્લાવે આટોપી હતી, લીબ્રેરીયન નિમેષ ભટ્ટે તમામ પુરક જવાબદારી નિભાવી કાર્યક્રમને સફળ બનાવવા તનતોડ મહેતત કરી હતી, પાલિકાપ્રમુખ જયદીપસિંહ સોલંકી સહીત તમામ પાલિકાના કોર્પો. ઉપસ્થિત રહ્યા હતા.

ધરમપુર નગરપાલિકા સંચાલિત ૧૩૧ વર્ષ જુની માહારાણા નારણદેવજી લાયબ્રેરીને પ્રવૃતિશીલ અને સક્રિય કરવા માટે વોટ્સએપ ઉપર ચાર વર્ષ અગાઉ ગૃપ રચાયું હતું “સાહિત્ય પ્રભાત” ધરમપુર. જેમાં સાહિત્ય-કવિતા, સંસ્કૃતિક વારસાના જતન અને સવર્ધનની રચનાત્મક પ્રવૃતિઓ કરવાનું બીડું ઝડપાયું હતું, જોતાજોતામાં ધરમપુરના ૩૭ જેટલા યુવાનો આ ગ્રુપમાં જોડાયા અને ધરમપુરમાં ચાર વર્ષના ટુકા ગાળામાં બે કવિ-સંમેલનો, ધરમપુર તાલુકાના નિવ્રુત્ત સૈનિકો સન્માન સાથે સાથે પ્રાંસલાના ધર્મબંધુજી મહારાજ સાથે રાષ્ટ્ર ચિંતન વિષય ઉપર પ્રવચન, ગુજરાતના સુપ્રસિધ્ધ અને ખ્યાતનામ કાજલ ઓઝા- વૈદ્યનું પ્રવચન, ત્રણ ત્રણ રક્તદાન કેમ્પો સહિતના કાર્યક્મો કરી નગરમાં અને દક્ષિણ ગુજરામાં “સાહિત્ય-પ્રભાત” ગ્રુપે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે, વધુમાં કેટલાક મહિલા સભ્યોએ પણ સક્રિયતા દાખવી વિદ્યાર્થીઓ માટે કેરિયર ગાઇડન્સ સેમિનાર, ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિના-મૂલ્યે નોટબુક વિતરણ કરી અનોખી પહેલ ઉપાડી છે. આમ સોસીયલ મીડિયાના સથવારે ધરમપુર જેવા નગરમાં કળા-સાહિત્ય-સંગીત અને સંકૃતિક વરસો જળવાય એવા કાર્યક્રમો કરી કરી સમાજને રાહબાર બન્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY