સુરતઃ
સૂરત જિલ્લાના બારડોલી તાલુકાના અસ્તાન અને મોટી ફળોદ ખાતે રૂા.૭૦ લાખના વિવિધ વિકાસકીય કામોનું ખાતમુહૂર્તવિધિ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે સંપન્ન થયું હતું.
આ પ્રસંગે સ્માર્ટ વિલેજ અંતર્ગત અસ્તાન ગામે પી.પી.ધોરણે રૂા.૩૦ લાખના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ વાયરીંગ, ઈન્ટરનેટ, સી.સી.ટી.વી.કેમેરા, પાણીની લાઈન તથા પેવરબ્લોકના કામ જયારે મોટી ફળોદ ખાતે રૂા.૪૦ લાખના ખર્ચે પુલનું ખાતમુહૂર્ત મંત્રીએ કર્યું હતું.
આ વેળાએ મંત્રી પરમારે જણાવ્યું હતું કે, વિકાસને વરેલી રાજય સરકારે શિક્ષણમાં ફિ-અધિનિયમ, ગૌ-હત્યા તથા દારૂબંધીમાં કડક સજાની જોગવાઈ જેવા અનેકવિધ કાયદાઓ બનાવીને પ્રજાની સુખાકારીમાં વધારો કર્યો છે. ભારત દેશ વધુ સુખી અને સમૃધ્ધ બને તે માટે રાષ્ટ્રીહિતમાં પ્રધાનમંત્રીએ અનેકવિધ ક્રાંતિકારી નિર્ણયો લીધા છે. તેમણે કહ્યું કે, અસ્તાનથી બાબેન જતા રસ્તાને પહોળો કરાશે ઉપરાંત ખરવાસાથી અસ્તાન જતા રસ્તાના કામની કિંમતમાં પણ વધારો કરી રૂા.૪૫ લાખ કરાયા હોવાની વિગતો આપી હતી. ભવિષ્યપમાં બાકી રહેલા કાર્યો કરવાની ખાત્રી મંત્રીએ આપી હતી. મોટીફળોદ ગામે તૈયાર થનારા બ્રિજના કામમાં ગુણવત્તા જળવાય રહે તે માટે અધિકારીઓ સમયાતરે ચકાસણી કરીને કામ સમયસરપૂર્ણ થાય તેવી લાગણી મંત્રીએ વ્યકત કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ પટેલ, બારડોલી ભાજપના પ્રમુખ ભાવેશભાઈ પટેલ, બારડોલી તાલુકાના કારોબારી અધ્યક્ષ દિપકભાઈ પટેલ, સરપંચ ધર્મેશભાઈ રાઠોડ, તાલુકા વિકાસ અધિકારી, ગામના અગ્રણી બાબુભાઈ પ્રજાપતિ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"