દોડ સ્પર્ધાના ઉદ્દઘાટનમાં ભાજપના મહિલા કોર્પોરેટર સ્ટેજ પર બાખડયા

0
125

સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજીત દોડ અને સાયલક સ્પર્ધાના ઉદ્દઘાટનમાં ભાજપના બે મહિલા કોર્પોરેટર બાખડતાં વિવાદ ઉભો થયો છે. સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષાએ મહિલા કોર્પોરટરનું અપમાન કર્યું હોવાના આક્ષેપ સાથે હોબાળો થતાં મ્યુનિ.ના કર્મચારીઓ દોડતાં થયાં હતા. ભાજપના મહિલા કોર્પોરેટર સ્ટેજ પર જ બાખડતા એક કોર્પોરેટર જાહેરમાં રડી પડયાં હતા તે અંગેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થતાં ભાજપ શાસકોએ ગેરસમજણ થઈ હોવાના ખુલાસા શરૃ કરી દીધા છે. સુરત મ્યુનિ.માં આજે દોડ સ્પર્ધા અને સાયકલ સ્પર્ધાનું ગૌરવ પથ પર વાય જંકશન ખાતે આયોજન કરાયું હતું. આ સ્પર્ધાને ઝંડી બતાવીને શરૂ કરવાના કાર્યક્રમમાં સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષા રૂપલ શાહ અને સ્થાયી સમિતિના સભ્ય કૈલાસ ભાલીયા વચ્ચે તું તું મેં મેં થઈ ગઈ હતી. સ્પર્ધાને ઝંડી બતાવવાના મુદ્દે બન્ને મહિલાઓ વચ્ચે સ્ટેજ પર જ બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ મહિલા કોર્પોરેટર કૈલાસબેન જાહેરમાં જ રડી પડયાં હતા. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ દર વખતે જ તેમની સાથે આવું વર્તન કરી અપમાનિત કરે છે. મહિલા કોર્પોરેટર સ્ટેજ પર જ બાઝી પડતાં તમાશો થઈ ગયો હતો. ત્યાર બાદ કેટલાક કોર્પોરેટરો અને મ્યુનિ.ના કર્મચારીઓ દોડતાં થઈ ગયાં હતા. કેટલાક લોકોએ ખુલાસો કરતાં ફરતાં હતા કે, બન્ને કોર્પોરેટર વચ્ચ ગેરસમજણ થઈ ગઈ છે બાકી મામલો કંઈ નથી. જોકે, મહિલા કોર્પોરેટર સ્ટેજ પર જ બાખડતા હોય તેવો વિડીયો સોશિયલ મિડીયામાં ફરતો થતાં ભાજપના પુરૂષ બાદ મહિલા કોર્પોરેટરોમાં પણ જુથબંધી ચાલતી હોવાની ચર્ચા જોરશોરમાં થઈ રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY