ધોનીએ મને બોલિંગ કરવા માટે કહ્યું તો મારું આખુ જીવન બદલાઈ ગયું : કેદાર જાધવ

0
13

દુબઈ,તા.૨૦
ટીમ ઇન્ડિયાના પાર્ટ ટાઇમ સ્પિનર કેદાર જાધવમાં મહત્વની તક ઉપર વિકેટ લેવાની ક્ષમતા છે. તેમની આ સફળતાનો શ્રેય નેટ ઉપર વધારે બોલિંગ કરવા નથી દીધી. પગના તણાવમાંથી ઊભર્યા બાદ રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરનાર ઝાધવે બુધવારે પાકિસ્તાન સામે એશિયા કપ મુકાબલામાં ત્રણ વિકેટો લીધી હતી.
ભારતની તરફથે ૪૨ વનડે ઇન્ટરનેશનલ રમેલા જાધવે કહ્યુ હતું કે, ” હું નેટ્‌સ ઉપર વધારે બોલિંગ નથી કરતો. પ્રામાણિક પણે કહું તો મેચ પહેલા પ્રેક્ટિસમાં જ કેટલીક ઓવરો ફેકું છું. મને લાગે છે કે, જા પ્રેક્ટિસ સમયે બોલિંગ ઉપર કામ કરું તો આમાં કઇ અલગ વસ્તુઓ છે એ ખતમ થઇ જાય. એટલા માટે હું મારી સીમામાં રહું છું.”
આ સાથે જાધવે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો ઉલ્લેખ કરતા  હતું કે, એમએસ ધોનીએ ૨૦૧૬માં ન્યૂઝિલેન્ડ સામે તેના હાથમાં લોબ પકડાવ્યો તો તેની અંદરનો બોલર બહાર આવ્યો હતો. તેણે કહ્યુ કે, “ધોનીભાઇએ જ્યારે ન્યૂઝીલેન્ડ સામે એ સમયે મને બોલિંગ કરવા માટે કહ્યુ તો મારું આખુ જીવન બદલાઇ ગયું”
વિકેટ મેળવવાની ક્ષમતા વિશેનું કારણ પૂછતા તેમણે કહ્યુ હતું કે, “આપણે એવું જ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જેની આપણી પાસે આશા રાખવામાં આવે છે. દરેક દિશામાં બોલિંગ કરવી, જ્યારે બેટ્‌સમેન સર્કલમાં હોય છે તો દબાણ બનાવી રાખવું. જા આપણે પ્રક્રિયા ઉપર કાયમ રહીયે છીએ તો પરિણામ એની મેળે જ મળી જાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY