ન્યુ દિલ્હી,તા.૧૬
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આશુતોષે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. પાર્ટી છોડવા પાછળ તેમને અંગત કારણ જણાવ્યું છે. આપના અરવિંદ કેજરીવાલે આ રાજીનામું મંજૂર નથી કર્યું. તેમણે ટિ્વટ કરીને જણાવ્યું છે કે, ‘આ જન્મમાં તો રાજીનામું મંજૂર નહીં થાય.’
આશુતોષે ટિ્વટ કરીને પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપવાની જાણકારી આપી. તેમણે લખ્યું, ‘દરેક સફરનો અંત થાય છે. આમ આદમી પાર્ટીની સાથે મારી શાનદાર અને ક્રાંતિકારી સફર પુરી થાય છે. મેં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે લખ્યું કે આ નિર્ણય મેં અંગત કારણોને લીધે લીધો છે. જેમણે મારું સમર્થન કર્યું તે બધાને ધન્યવાદ. આ ઉપરાંત આશુતોષે મીડિયાને કહ્યું કે તે આ નિર્ણય પર કોઇ ટિપ્પણી નહીં કરે.’
આ સાથે તેમણે એ પણ કહ્યું કે, ‘ આપની સાથે ઘણો જ ખૂબસૂરત/ક્રાંતિકારી જાડાણનો અંત આવી ગયો છે. મેં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને પીએસીને પણ આ સ્વિકારવાનો આગ્રહ કરૂં છું. આની પાછળ ઘણું જ અંગત કારણ છે.’
જે પછી અરવિંદ કેજરીવાલે પણ ટિ્વટ કરીને આશુતોષનું રાજીનામું નામંજૂર કરી દીધું છે. તેમણે ટિ્વટમાં લખ્યું છે કે અમે તમારૂં રાજીનામું કઇ રીતે સ્વિકારી શકીએ? આ જન્મમાં તો નહીં જ સ્વિકારાય.
આશુતોષ પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાંનાં એક છે. તેઓ ૨૦૧૪થી આમ આદમી પાર્ટી સાથે જાડાયેલા છે. તેઓ ૨૦૧૪માં ચાંદની ચોકમાંથી આપની ટિકિટ પરથી લોકસભા ચૂંટણી લડ્યાં હતાં. પરંતુ તેમાં તેઓ હારી ગયા હતાં. તેમના રાજીનામા પાછળ આમ આદમી પાર્ટીમાં વિવાદો ચાલી રહ્યાં હોય તેવા પણ અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



