કેન્સરની દવાનું લિકિવડ મંગાવવાની લાલચે છેતરતા ૬ ઝડપાયા

0
22

અમદાવાદ,તા.૧૦
સાયબર ક્રાઈમે કેન્સરની દવા બનનાવાનું લિÂક્વડ મંગાવાના બહાને છેતરપિંડી કરતા ૩ નાઈજીરીયન અને ત્રણ ગુજરાતી શખ્સ સહિત ૬ લોકોની ધરપકડ કરી છે. જેમાં નાઈજીરીયન શખ્સો પાસેથી ફેક પાસપોર્ટ-વિઝા મળ્યા છે. આ સિવાય આરોપીઓ પાસેથી ૫૪ હજારની રોકડ સહિત ૭ બેંકોના એકાઉન્ટ મળ્યા છે. રાજ્યભરમાંથી કેમિકલ મેળવવાના નામે અલગ-અલગ ૨૧ લોકોનો સંપર્ક કરી છેતરપિંડી આચરી હોવાનો ખુલાસો થયો છે.
આરોપીઓ લંડનમાં કેન્સરની દવા બનાવવાનું લિકવિડ ભારતથી જાય છે અને દવાનો ધંધો તમને આપવા માંગીએ છે કહી વેપારીઓ સાથે છેતરપિંડી આચરતા હતા. ત્યાર બાદ એક લીટર સેમ્પલ ૫ લાખ રૂપિયામાં વેપારી પાસેથી ખરીદાવી સેમ્પલ ચેક કરાવતા હતા. ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે તેઓ ડબ્લ્યુએચઓનું બનાવટી સર્ટીફિકેટ પણ બતાવતા હતા. આરોપી ગીતાજંલી કિંજલ ગડાની જ સાવકી દીકરી છે અને સાગર ગુપ્તાની પ્રેમિકા હોવાનો ખુલાસો થયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY