તિરુવનંતપુરમ્,તા.૩
કેરળના પૂરમાં ૧૦૦થી વધારે લોકોને બચાવનાર ૨૪ વર્ષના યુવક જિનેશ જેરોનનું રોડ એકિસડન્ટમાં મોત થઈ ગયું છે. ટ્રકની ટક્કર લાગ્યા પછી તે રોડની સાઈડમાં ગંભીર સ્થિતિમાં ઘાયલ મદદ માગતો રહ્યો હતો પરંતુ કોઈએ તેની મદદ નહતી કરી. ૩૦ મિનિટ પછી એમ્બ્યુલન્સ આવી પરંતુ ત્યાં સુધી તેનું મોત થઈ ગયું હતું.
જેનિશે પુંથુરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતો હતો. રવિવારે તે એક મિત્ર સાથે બાઈક પર જતો હતો. ત્યારે જ એક ટ્રકે તેને ટક્કર મારી દીધી હતી. તેની સાથે ત્યારે હાજર મિત્ર જગને જણાવ્યું કે, જિનેશ હંમેશા બીજાની મદદ માટે તૈયાર રહેતો હતો. તેની સાથે આવું થશે તેવું કદી વિચાર્યું નહતું.
જિનેશે મિત્રો સાથે મળીને ચેંગન્ન્šરમાં પૂરમાં લોકોને બચાવ્યા ત્યારે મીડિયામાં તેના ઘણાં બહાદુરીના કિસ્સા સામે આવ્યા હતા. તેને ડાન્સ કરવાનો અને ક્રિકેટ રમવાનો ઘણો શોખ હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





