સુરત કાપડ માર્કેટને ૫૦૦ કરોડથી વધુના નુકસાનની શંકા
સુરત,તા.૧૯
કેરળમાં પૂરના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. રક્ષાબંધન અને ઓણમના તહેવારને લઇને સુરત ખાતેથી કાપડ માર્કેટ દ્વારા પણ ખાસ તૈયારી કરવામાં આવી હતી. જેમાં ઓણમના પર્વને લઇને સુરતથી કરોડો રૂપિયાનું કાપડ કેરળ મોકલવામાં આવે છે. પરંતુ આ વખતે આવેલા પૂરને કારણે સુરત કાપડ માર્કેટને પણ ૫૦૦ કરોડથી વધુના નુકસાન થવાની શંકા સેવાઇ રહી છે.
હાલ કેરળમાં આવેલા ભયાનક પૂરને કારણે કેરળના મોટા શહેરોમાં કાપડ માર્કેટ પાણીમાં ગરકાવ થઇ ગઇ છે.આ કાપડ માર્કેટમાં હાલ વ્યાપાર બંધ થઇ ગયો છે. હાલ કેરળમાં ઓણમના તહેવારની ખરીદી વધવાનો સમય છે તે સમયે જ કેરળમાં પૂર આવ્યું છે. આ વિકટ સ્થિતિમાં લોકો પોતાના જીવ બચાવી રહ્યા હોય ત્યારે ખરીદી કરવાની વાત તો દૂર રહી જાય છે. છેલ્લા ઘણા દિવસથી કેરળમાં પૂરની સ્થિતિ છે ત્યારે બીજી તરફ સુરત કાપડ બજારે પોતાનો માલ તૈયાર કરી નાખ્યો છે. પરંતુ હાલ આ પૂરને કારણે માલની ખરીદી બંધ થવાથી માલ સુરત ખાતે જ પડી રહ્યો છે.
ઓણમના તહેવારને લઇને કેરળમાં સુરત ખાતેથી કરોડો રૂપિયાનો માલ કેરળ મોકલવામાં આવતો હોય છે. પરંતુ આ વખતે પ્રથમ ટ્રાન્સપોર્ટ હડતાલ અને ત્યારબાદ કેરળમાં આવેલા પૂરને કારણે વેપારીઓનો માલ સમયસર પહોંચી શક્યો નથી. સુરત ખાતે બનાવવામાં આવેલો ૫૦૦ કરોડ જેટલો માલ અહીં અટવાઇ ગયો છે. આ માલ અટવાવવાના કારણે સુરત વેપારીઓને નુકશાન થવાની ભીતી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



