કેરળના બેરોજગારને કુલ ૧૩ કરોડ રૂપિયાની લોટરી લાગી

0
64

અલપ્પુઝા, તા. ૫
કેરળના નિવાસીનું નસીબ રાતોરાત ચમકી ગયું છે. કેરળના બેરોજગાર યુવાનને અબુધાબીની ૧૩ કરોડ રૂપિયાની લોટરી લાગી ગઈ છે. કેરળના આ નિવાસીનું નસીબ રાતોરાત ચમકી ગયા બાદ આની ચર્ચા જાવા મળી રહી છે. કુટ્ટુનાદના નિવાસી તોજા મેથ્યુ (૩૦) પોતાના મિત્રોની મદદથી એક લોટરીની ટિકીટ ખરીદી હતી જેનો નંબર ૦૭૫૧૭૧ હતો. આ વ્યક્તિએ લોટરી મારફતે સાત મિલિયન દિરહામ (યુએઇ કરન્સી) એટલે કે ભારતીય રૂપિયાની દ્રષ્ટિએ ૧૩ કરોડ ૧૦ લાખ ૪૫ હજાર ૧૪૪ રૂપિયા જીતી લીધા છે. તોજા અબુધાબીમાં સિવિક સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો. હાલમાં જ નોકરી છોડી દીધી હતી. ૨૪મી જૂનના દિવસે ભારત આવતા પહેલા અબુધાબી એરપોર્ટ ઉપર એક લોટરી ટિકિટ ખરીદી હતી.
તોજાના ૧૮ મિત્રોએ પૈસા એકત્રિત કરીને તેના નામ ઉપર લોટરીની ટિકિટ ખરીદી હતી. તોજાની માતા કુંજુમા મેથ્યુનું કહેવું છે કે તેના ત્રણ પુત્રો છે જેમાંથી ત્રીજા ઓટો ડ્રાઇવર છે. તોજા અને ટિટ્ટો અબુધાબીમાં સિવિલ સુપરવાઈઝર તરીકે છે. ત્રણેયના લગ્ન થઇ ચુક્યા છે. તોજા હમેશા અહીં એક ઘર બનાવવા ઇચ્છુક હતો પરંતુ તેની પાસે પૈસા ન હતા. તોજાની માતાએ કહ્યું છે કે, પતિ મેથ્યુ વિઝને ગઇકાલે જ કહેવામાં આવ્યું હતું કે, તોજા જો લોટરી જીતી જશે તો તેનું સપનું પુરુ થઇ જશે અને આ બાબત હવે યોગ્ય સાબિત થઇ રહી છે. ભગવાનનો આભાર માનવા માટે કોઇ શબ્દ દેખાતા નથી. તોજાએ નવ લોકોએ એક લાખ રૂપિયાના ઇનામ જીત્યા છે. આ પહેલા દુબઈમાં એક ભારતીય વ્યક્તિએ જે ડ્રાઇવર તરીકે હતો તેને અબુધાબીમાં લોટરી મારફતે ૧૨ મિલિયન દિરહામ જીતી લીધા હતા.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY