સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો, ૮૦૦ એસઆરપી-૪૦૦ પોલીસ જવાન તૈનાત

0
5

કેવડિયા,તા.૧૮
સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાને બે આતંકી મલ્ટીપલ બોમ્બ બ્લાસ્ટ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ધ્વસ્ત કરી શકે છે, તેવા આઇબીના એલર્ટના પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમની સુરક્ષામાં વધારો કરાયો છે, હાલ એસઆરપી નર્મદા બટાલિયનના ૮૦૦ જવાનો અને નર્મદા સહિત ગુજરાત પોલીસના ૪૦૦ જવાન તૈનાત કરાયા છે.
જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલા બાદ સમગ્ર દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે, ત્યારે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા સઘન બનાવાઇ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ગુજરાત પોલીસની સાથે સાથે એસઆરપીની ૯ કંપનીની સુરક્ષા ઉભી કરાઇ છે. સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ હતું, તેમ છતાં સુરક્ષા વ્યવસ્થા સઘન જાવા મળી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ જતા વાહનો અને તમામ વ્યક્તિઓના સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
નર્મદા બટાલીયન એસઆરપીના ડીવાયએસપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે હાલ કડક બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને પ્રવાસીઓ, સ્થાનિક કર્મચારીના પણ આઈ કાર્ડ ચેક કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. દરેક પરિસ્થિતિમાં નર્મદા પોલીસ અને એસઆરપી એકદમ સજ્જ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY