રાજપીપળા પાલિકામાં ત્રણ વર્ષ બાદ વિવિધ સમિતિઓની રચના થઈ

0
123

રાજપીપળા પાલિકા વિપક્ષના વિરોધ વચ્ચે પણ કાસ્ટિંગ મતના સહારે બોર્ડમાં હિસાબો મંજુર,તમામ સમિતિઓ પણ ભાજપ પાસે રહી.

રાજપીપળા પાલિકા સભ્યોએ બોર્ડ મિટિંગની શરૂઆતમાં દેશના શહીદ જવાનો માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી એ બાદ મિટિંગની શરૂઆત કરાઈ હતી

રાજપીપળા :રાજપીપળા પાલિકામાં વર્ષ 2015માં ભાજપ પૂર્ણ બહુમત સાથે સત્તામાં આવી હતી.ત્યારથી લઈને અત્યાર સુધી વિવિધ સિતિઓી રચના ન થતા ભાજપના જ અમુક સોમાં છૂપો રોષ જોવા મળ્યો હતો.રાજપીપળા પાલિકા પ્રમુખની અઢી વર્ષની ટર્મ બાદ બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે જીગીશા ભટ્ટ ચૂંટાઈ આવ્યા હતા.સોમવારે રાજપીપળા પાલિકા સભાખંડમાં જીગીશા ભટ્ટના અધ્યક્ષ સ્થાને બોર્ડ મિટિંગનું આયોજન કરાયું હતું.

રાજપીપળા પાલિકામાં કુલ 28 સભ્યો માંથી 4 સભ્યોના કથિત રાજીનામાં પ્રકરણ હાલ હાઇકોર્ટમાં છે.જેથી ભાજપ પાસે 12 અને કોંગ્રેસ-અપક્ષ પાસે 12 એમ 24 સભ્યો આ બોર્ડ મિટિંગમાં હાજર રહ્યા હતા.જોકે સત્તા પક્ષ અને વિપક્ષના સરખે સરખા સભ્યો હોવા છતાં પ્રમુખના કાસ્ટિંગ મતના સહારે બોર્ડમાં હિસાબો મંજુર થયા હતા ઉપરાંત તમામ સમિતિઓ ભાજપના ખાતામાં જ ગઈ હતી.રાજપીપળા પાલિકા સભ્યોએ બોર્ડ મિટિંગની શરૂઆતમાં દેશના શહીદ જવાનો માટે બે મિનિટનું મૌન પાડ્યું હતું એ બાદ મિટિંગની શરૂઆત કરાઈ હતી.તો પાલિકા પ્રમુખના કાસ્ટિંગ મત મુદે પણ વિપક્ષી સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો.બીજી ાજુ ચાુ મિટિંગમાં જ અપક્ષ સભ્ય સલીમ સોલંકીએ રાજપીપળા શહેરમાં પાણીની સમસ્યાઓ અને ગંદકી બાબતે રોષ વ્યકત કરી આ મામલે વહેલું નિરાકરણ લાવવા પ્રમુખ અને પાલિકા ચીફ ઓફિસરને રજુઆત કરી હતી.

બોક્ષ : વિપક્ષ નેતા મુંતઝીરખાન શેખે જણાવ્યું હતું કે પાલિકા પ્રમુખે લગ્ન સીઝનના કારણે અગાઉનું બોર્ડ મોકૂફ રાખ્યું હતું અને આજના બોર્ડમાં સમિતિઓની રચના કરી એ ખુશીની વાત છે પરંતુ 1/4/2018થી 30/6/2018 સુધીના કરોડોના હિસાબોમાં સત્તા પક્ષે બિલો રજૂ નથી કર્યા એટલે અમે એ હિસાબો નામંજુર કર્યા છે.ભાજપે કાસ્ટિંગ મતના જોરે હિસાબો મંજુર કર્યા છે પણ કાસ્ટિંગ મત હિસાબી બોર્ડમાં ના આવે.આ મામલે અમે સુરત રિઝીઓનલ કમિશનરને રજુઆત કરીશું.

■કોને કોને સમિતિઓ મળી…

◆કારોબારી સમિતિ અલકેશસિંહ ગોહિલ,ટાઉન પ્લાનિગ-સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના-જૈવિક વિવિધતા વ્યવસ્થાપન સમિતિમાં નીતા પંડ્યા,બાંધકામ-ભૂગર્ભ ગટર યોજના સમિતિમાં પ્રતીક્ષા પટેલ,સેનેટરી-એપોઇન્ટમેન્ટ-લાઈટ સમિતિમાં કાજલ કાછીયા,ગાર્ડન સમિતિ-લાયબ્રેરી સમિતિમાં લીલા વસાવા,વાહન-પરચેઝ અને લીગલ સમિતિમાં જીજ્ઞેશ કપ્તાન,એપલેટ-રમત ગમત-વોટર વર્કર્સ સમિતિમાં કિંજલ તડવીની ચેરમેન તરીકે વરણી કરાઈ છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY