રાજપીપલા નજીક ખામર પાસે કાર અને ટ્રક નો અકસ્માત મા 4 ના મોત એક નો આબાદ બચાવ

0
950

રાજપીપળા:

રાજપીપળાના પાંચ મિત્રો નેત્રંગ કામ અર્થે ગયા હતા, પરત ફરતા રાજપીપલા નજીક ખામર પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમા બે ના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે બેના વડોદરા સિવિલમા લઈ જતા મોત નિપજ્યા આમ કુલ 4 ના મોત થયા હતા અને એક નો આબાદ બચાવ થયો હતો. રાજપીપળા પોલિસે ઘટના સ્થળ પર પહોચી અકસ્માત ગુનો નોધી તપાસ હાથ ધરી, ટ્રક ચાલક ફરાર થઈ ગયો.
ઘટના સ્થળે મૃત્યુ પામેલા બે પૈકી ( 1) વિજય છત્રસિંહ પરમાર (2) સ્નેહલ અરવિંદ વસાવા જયારે બરોડા ખાતે મોતને ભેટેલા માં (1) પવન પ્રતાપ નાઈ અને (2) ધર્મેશ ખુમાનસિંહ વસાવા જ્યારે આ અકસ્માત માં મીત રમણ વસાવા નો આબાદ બચાવ થયો હતો પોલીસે અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાશ હાથ ધરી છે
રિપોર્ટર: ભરત શાહ, રાજપીપળા.


ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY