નીતીશકુમારે લાલુ પ્રસાદને કર્યો ફોન, ખબર અંતર પૂછ્યા

0
101

બિહારના રાજકારણમાં એક ફોન કોલથી ગરમાવો

તેજસ્વી યાદવનો ટોણો, ચાર મહિના પછી નીતીશકુમારને લાલુજી યાદ આવ્યા

બિહારમાં ભાજપ અને સાથી પક્ષ જેડીયુ વચ્ચે ફરી એક વખત મતભેદો સર્જાઈ રહ્યા હોવાની અટકળો રાજકીય વર્તુળોમાં કેટલાય વખતથી થઈ રહી છે.

જેને વેગ મળે તેવી વધુ એક ઘટના બની છે.બિહારના મુખ્યમંત્રી  નીતીશકુમારે પોતાના જુના સાથીદાર અને હાલમાં મુબંઈના એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યુટમાં સારવાર લઈ રહેલા લાલુપ્રસાદ યાદવના ફોન કરીને ખબર અંતર પૂછ્યા છે.નીતીશકુમારે લાલુને ફોન કર્યો ત્યારે પૂર્વ ડેપ્યુટી સીએમ અને લાલુના પુત્ર તેજસ્વી પણ હોસ્પિટલમાં જ હતા.

આ ફોન કોલના પગલે એવી કાનાફૂસી શરુ થઈ છે કે નીતીશકુમાર ફરી એક વખત ભાજપનો સાથ છોડીને પોતાના જુના સાથીદાર આરજેડીની નજીક જવા માંગી રહ્યા છે.

જોકે તેજસ્વી યાદવે આ અટકળોને રદીયો આપીને કહ્યું છે કે નીતીશકુમારે ઔપચારિક રીતે ખબર પૂછવા માટે કરેલો કોલ હતો.આશ્ચર્યજનક છે કે નીતીશકુમારને ચાર મહિના પછી લાલુજીની બીમારી અંગે ખબર પડે છે.

જોકે રાજકારણમાં કશું સ્થાયી નથી હોતુ, તે જોતા લોકસભાની ચૂંટણી આવતા સુધીમાં બિહારના રાજકીય સમીકરણો બદલાય તો કોઈને નવાઈ નહી લાગે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY