નાંદોદ તાલુકામાં વીજ કંપની દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરાતા ડાયરેક્ટ ચલાવતા લોકોમાં ફફડાટ

0
121

એક મોટા રાજકીય નેતાના સંબંધીને ત્યાં ગોટાળા નીકળ્યા હોવાની વાત ફેલાતા ભારે કુતુહલ.  

રાજપીપલા:
નાંદોદ તાલુકાના અમુક ગામોમાં વીજ કંપની ની ટિમો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાતા ગ્રામ્ય વસ્તારોમાં ડાયરેક્ટ લાઈટો ચલાવતા તત્વો માં ફફડાટ જોવા મળ્યો છે જયારે એક ગામમાં નાંદોદ ના એક રાજીકીય નેતા ના સંબંધી ના ઘરમાંજ મીટર માં છેડછાડ કરી ડાયરેક્ટ વીજળી મેળવતા હોવાની વાત રાજપીપલા શહેર માં ફેલાતા આ બાબતે ભારે કુતુહલ ફેલાયું હતું ત્યારે જો આ વાત સાચી હોય તો કોણ છે એ રાજકીય નેતા નો સંબંધી અને કયા પક્ષના એ રાજકીય નેતા છે …? એ જાણવા ભારે તાલાવેલી જોવા મળી રહી છે ત્યારે અહીં એ સવાલ પણ ચર્ચા માં છે કે શું રાજકીય નેતા કે એના અંગત સંબંધી સામે વીજ કંપની નિયમ મુજબ કોઈ પગલાં લેશે…? કે ભીનું  સંકેલસે…? આમ ગ્રાહકો જો આ રીતે વીજ કનેકશન સાથે છેડછાડ કરે તો અમને લાખોનો દંડ ફટકારાય છે તો કોઈ મોટા માથા પકડાય તો શું નિયમોનું પાલન કરશે  આવી ભારે ચર્ચા હાલ રાજપીપલા પંથક માં ચાલી રહી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો ન.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY