તુલસીશ્યામના જંગલમાં હીટવેવથી ત્રસ્ત સિંહો માટે ૩૩ ‘પરબ’ બંધાઈ

0
5

ખાંભા,તા.૩૦
ખાંભા તુલસીશ્યામ રેન્જમાં સિંહો અને વન્યપ્રાણી માટે ૩૩ પાણીના પોઇન્ટ (પરબ) કાર્યરત કરવામાં આવ્યા છે. હાલ ગરમી વધતાં વન વિભાગ દ્વારા સિંહો માટે ખાસ તકેદારી લેવામાં આવી રહી છે.
ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેન્જમાં ગુજરાતમાં સૌથી વધારે સિંહોની વસ્તી હોવાનું ખુદ વન વિભાગે સ્વીકાર્યું છે ત્યારે હાલ ખાંભા સહિત ગીર વિસ્તારમાં હાલ ઉનાળામાં છેલ્લા બે દિવસથી ૪૬ ડીગ્રી તાપમાન પહોંચ્યું છે. સિંહોને પીવા માટે પૂરતું પાણી જોઇતું હોવાનું ધ્યાનમાં રાખીને ધારી ગીર પૂર્વના ડીસીએફ તેમજ એસીએફ પરમાર અને આરએફઓ પરિમલ પટેલના માર્ગદશન અને સૂચનાથી વન વિભાગ દ્વારા ખાંભા તુલસીશ્યામ રેન્જ દ્વારા સિંહો અને વન્ય પ્રાણીઓ માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. હાલ ૩૩ જેટલા પાણીના પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. કોદિયાવિડી સહિત ચારથી પાંચ જગ્યાએ નવા પાણીના પોઈન્ટ સારું કરવામાં આવ્યા છે.
ખાંભા તુલસીશ્યામ રેન્જમાં હાલ કુલ ૩૩ પાણીના પોઇન્ટ છે. બધા જ જંગલમાં જ પોઈન્ટ આવેલા છે. જેમાં નવ પાણીના પોઇન્ટ ટેન્કર દ્વારા ભરવામાં આવે છે તેમજ ૧૮ પાણીના પોઇન્ટ દરરોજ મજૂર દ્વારા ભરવા આવે છે અને ૬ પાણીના પોઇન્ટ પવનચક્કી દ્વારા ભરવામાં આવતા હોવાનું વન વિભાગે જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY