રાજુલા ન.પા.ના ૧૪ સદસ્ય પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ, પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઇ

0
34

અમરેલી,તા.૪
રાજુલા-જાફરાબાદ પંથકમાં ૨૦૧૮ પહેલા ભાજપનો દબદબો હતો અને એક તરફી ભાજપનું શાસન ચાલતું હતું. પરંતુ વિધાનસભા બાદ રાજકીય પરિબળો બદલાઇ ગયા છે. અહીં ભાજપ અને કોંગ્રેસ બંને સક્ષમ પક્ષ સાથે નેતાગીરી કરી રહ્યુું છે. બંને જૂથો મજબૂત બની રહ્યા છે, વિધાનસભા બાદ રાજુલા શહેરની નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો સફાયો થયો હતો. પરંતુ કોંગ્રેસના ૧૪ બળવાખોર સદસ્યોને પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે.
રાજુલા નગરપાલિકાના કુલ ૨૮ સદસ્ય હતા. જેમાં શહેરમાં ચૂંટણી યોજાતા માત્ર ૧ મહિલા સદસ્ય રાજુલા નગરપાલિકામાં બીજેપીના ચૂંટાઇ આવ્યા હતા અને કોંગ્રેસના ૨૭ ચૂંટાઇ આવતા ભાજપના નેતાઓ નિરાધાર બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. કોંગ્રેસના વિખવાદ અને વિવાદો ના અંતે આજે નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટે પ્રાંત અધિકારી કે.એસ.ડાભીના અધ્યક્ષસ્થાને ચૂંટણી હતી. જેમા પ્રમુખ તરીકે કાંતાબેન કિશોરભાઈ ધાખડા, ઉપપ્રમુખ તરીકે કનુભાઈ ધાખડાની વરણી સર્વાનુમતે કરવામા આવી હતી. જેમા કોંગ્રેસના ૧૩ સદસ્ય હાજર રહ્યા હતા અને ૧ ભાજપના ગેરહાજર રહ્યા હતા સાથે નગરપાલિકામાં ઘણા વિવાદો બાદ આજે કોંગ્રેસ સતા પર બેસી છે. તેવા સમયે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત જાશી સહિત તાલુકા અને શહેરના કોંગ્રેસના કાર્યકરો હદ્દેદારો નગરપાલિકાએ પહોંચ્યા હતા અને મોં મીઠા કરાવી સન્માન કર્યું હતું. સાથે સાથે પ્રમુખ તરીકે કોંગ્રેસ દ્વારા દલિત સમાજને સ્થાન આપી મહત્વ આપ્યુ છે તો સાથે ઉપપ્રમુખમાં કાઠી ક્ષતિય સમાજને મહત્વનું સ્થાન આપ્યુ છે. નગરપાલિકા દ્વારા શહેરભરના વિકાસના કામો કરવા માટે કામે લાગશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY