ખાંભા,તા.૪
૩૦ જાન્યુઆરીના રોજ ખાંભા માર્કેટ યાર્ડના શેડમાં રાખવામાં આવેલી મગફળીની ગુણીની એક થડીમાંથી કેટલીક મગફળી ભરેલી ગુણી ગાયબ થઈ હતી અને ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. પરંતુ આ ઘટનામાં ૬ દિવસ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી અને મગફળીની આવક-જાવકની ગણતરી કરવાનું ખરીદી કરનારા નાગરિક પુરવઠા નિગમના અધિકારીઓ કહી રહ્યા હતા. પરંતુ ૫ દિવસ બાદ જે મગફળીની ચોરીની ઘટનાને સમર્થન આપી રહેલા અધિકારીઓએ સોમવારે મગફળી ચોરી થઈ નહીં હોવાની વાત કરી રહ્યા છે. ત્યારે ચોરાયેલી મગફળી કોઈ પરત મૂકી ગયું કે પછી આ ઘટનામાં ભીનું સકેલાઈ ગયું તે એક મોટો સવાલ છે.
અઢી માસ દરમિયાન ૧,૧૨,૪૦૧ ગુણીની ખરીદી કરવામાં આવી હતી. જ્યારે સરકાર દ્વારા નક્કી કરેલા ગોડાઉન ખાતે એક ૧,૦૯,૯૭૦ ગુણી ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલી આપવામાં આવી હતી. બાકીની મગફળીની ગુણી ખાંભા ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડના શેડમાં હાલમાં છે ત્યારે ગત તા.૩૦ જાન્યુઆરીના રોજ ગણતરી દરમિયાન એક મગફળીની થડીમાં ઉપરના ભાગે કેટલીક મગફળીની ગુણી ગાયબ હતી અને મગફળીની ગુણી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી. બાદમાં સોમવારે ૬ દિવસ સુધી આ ચોરીની ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી. ત્રીજા દિવસે જે મગફળીની ખરીદી કરવાની જવાબદારી નિભાવી રહ્યા હતા તે નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન મેનેજર દ્વારા ચોરીની ઘટનાને સમર્થન આપ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



