૯ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ

0
6

સુરત,તા.૪
ઉધના વિસ્તારમાં ૩ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ મામલે બાળકીના પરિવારજનો દ્વારા ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ૩૦ વર્ષીય અજાણ્યા શખ્સ સામે પોક્સો એકટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથધરી છે.
સોમવારે બપોરના સમય બાળકી પોતાના પિતા સાથે ફરી રહી હતા. આ દરમિયાન પિતાની નજર ચૂકવીને અજાણ્યો શખ્સ બાળકીનું અપહરણ કરીને ફરાર થયા હતા. બિસ્કીટ અપાવવાના બહાને શખ્સે બાળકીનુ અપહરણ કરીને દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો.
ત્યારબાદ બાળકી ઉધના રેલવે ટ્રેક પાસેથી બાળકી બેભાન અવસ્થામાં મળી આવી હતી. જો કે ત્યારબાદ બાળકીને સારવાર માટે તાત્કાલિક અસરથી સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકીનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
હાલમાં સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી છે. આ મામલે ઉધના પોલીસ સ્ટેશને ગુનો નોંધીને બાળકી સાથે સૃષ્ટી વિરૂધ્ધના કૃત્યનો પ્રયાસ કરનાર વ્યકિતની ઓળખ કરીને તાત્કાલિક અસરથી ઝડપી લેવા પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY