ફરી એક વાર મોદી સરકાર, આ વખતે ૩૦૦ને પાર : મોદી

0
4

ખરગૌન,તા.૧૭
લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાના પ્રચાર માટે છેલ્લો દિવસ હતો તેવામાં તમામ રાજકીય દળો ચૂંટણી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ મધ્ય પ્રદેશના ખરગૌનમાં એક રેલીને સંબોધતા કોંગ્રેસ અને વિપક્ષ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, આ મતદાન દેશને બનાવવા માટે થઇ રહ્યું છે. ત્રણ-ચાર દિવસથી સાંભળી રહ્યો છું અબકી બાર,૩૦૦ પાર.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ ચૂંટણીનું નેતૃત્વ દેશની પ્રજા કરી રહી છે. ખરગૌન અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ઐતિહાસિક રીતે જાઇએ તો મેરઠ અને ખરગૌનની વચ્ચે એક સમાનતા એવી છે જેના પર ધ્યાન અપાતું નથી. આ બંને શહેર ૧૮૭૫ના સ્વતંત્રતા સંગ્રામ સાથે સંકળાયેલા છે. મેરઠમાં અંગ્રેજો વિરુદ્ધ સૈનિક વિદ્રોહ થયો હતો, જ્યારે ખરગૌનની ધરતી પર મહાન યૌદ્ધા અને સ્વતંત્રતા સેનાની ભીમા નાયકે આદિવાસી આંદોલનનું નેતૃત્વ કર્યું અને મા ભારતીની રક્ષામાં પોતાના જીવનનું બલિદાન આપી દીધું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ૨૧મી સદીના ભારતના આ નિર્માતાઓનો ઉત્સાહનો પરિણામ છે કે દેશ આજે કાશ્મીર સાથે કન્યાકુમારી અને કચ્છ થી લઇને કામરૂપ સુધી સમગ્ર દેશ કહી રહ્યો છે કે, અબકી બાર, મોદી સરકાર. હું ત્રણ-ચાર દિવસથી સાંભળી રહ્યો છું અબકી બાર, ૩૦૦ પાર. ઇવીએમ મશીનમાં જઇને મત આપવામાં માત્ર પાંચ સેકન્ડનો સમય લાગે છે. તમે મને પાંચ સેકન્ડ આપીને આગામી પાંચ વર્ષો માટે સત્તા સોંપી દો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY