નર્મદા જિલ્લા માં ચોમાસુ આવતા પહેલા ખાતર વિક્રેતા ઓ સ્ટોક કરી કુત્રિમ અછત ઉભી કરે છે
સરકાર ચોમાસા પહેલાજ ખાતર બિયારણ નો ભાવ વધારી દીધો છે,નકલી બિયારણ પણ જિલ્લા માં મળતા ખેડૂતો ને વારંવાર ખર્ચ કરી વાવણી કરવી પડે છે
રાજપીપલા:-ચોમાસાની સિઝન નજીક આવતા જ જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે ને દવા,બીયારણ અને ખાતરનાં ભાવોને કારણે ધારતીપૂત્રોની ચિંતા વધી છે સાથે જ ખેડૂતો ને બિયારણ ખાતર માં ખાતરનાં વિક્રેતાઓ પણ ખરી જરૂરીયાતનાં સમયે જ કુત્રીમ અછ્ત ઉભી કરીને ભાવો વધારતા હોવા નો આક્ષેપ નાંદોદ વિધાન સભાના ધાારાસભ્ય એ કર્યો છે જણાવ્યું છે અને સરકાર ખેડૂતો ને આગળ લાવવાજ નથી માગતી
નર્મદા જીલ્લાનો મુખ્ય આધાર ખેતી છે અને ચોમાસાની સિઝન નજીક આવી છે અને આગામી બે સપ્તાહમાં ખેડુતોને વાવેતરની જરૂરીયાત ઉભી થશે.ત્યારે ગત ઉનાળાની ખેતીમાં નર્મદાના નીર નહી મળવાનાં કારણે આમ પણ પાક નહી લઇ શકવાને કારણે હવે ખેતી કેમ કરવી અનેેેે બીયારણ અને દવા તેમજ ખાતરનાં ભાવ હાલ તો સસ્તા છે પણ વાવેતરનાં સમયે જ ભાવો વધી શકે છે તેવી દહેશત પણ વ્યક્ત કરી છે.તો બીજી બાજુ ખાતરનાં વિક્રેતાઓ પણ ખરી જરૂરીયાતનાં સમયે જ કુત્રીમ અછ્ત ઉભી કરીને ભાવો વધારતા હોય છે.આજે ખેડૂતો નું માનીયે તો દરેક વખતે રોવાનો વારો આવે છે પોતાના પાકો તૈયાર છે જેનો પોષણક્ષમ ભાવ પણ ન મળતા આજે ખેડૂત ચિંતાતુર બન્યો છે
આ તરફ ખેડુતોનાં દાવાને સમર્થન આપતા નાંદોદનાં કોંગ્રેસી ધારાસભ્ય પી.ડી.વસાવાએ પણ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે,ભાજપનાં રાજમાં ખેડુતોની દશા બેઠી છે ખાતર અને બિયારણનાં ચક્કરમાં ખેડુત દેવામાં આવી ગયો છે. સરકાર ના મિસમેનેજમેન્ટ ના કારણે આજે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે એક તરફ સરકાર નર્મદા ડેમ ના પાણી ને બચાવી ન શકી જેને કારણે ખેડૂતો ના ઉભા પાક સુકાય ગયા આજે ખેડૂતો ને એક તરફ મોંઘવારી નો માર અને બીજી તરફ ચોમાસુ માથે આવ્યું તો ખાતર અને બિયારણ નો માર ખેડૂત જાય તો જાય ક્યાં ખાતર વિક્રેતા ઓ દ્વારા ખાતર નો સ્ટોક કરી વિકૃત અછત ઉભીકરવામાં આવે છે અને ખેડૂતો ને ઉંચા ભાવે આજ ખાતર ખરીદવું પડે છે સરકારે હવે આ ખેડૂતો સામે જોઈ નક્કર યોજના બનાવે એવી માગ કરી રહ્યા છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







