ખેડા જિલ્લાના ૧.૭૯ લાખથી વધુ પરિવારના નવ લાખ નાગરિકોને યોજનાનો લાભ મળશે.

0
102

દેશના કરોડો નાગરિકોને ઉચ્‍ચ પ્રકારની મોંઘી સારવાર વિના મૂલ્‍યે પુરી પાડવા માટે ભારત સરકાર દ્ધારા આયુષ્‍યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના જાહેર કરવામાં આવી છે.

જેનો રાષ્‍ટ્રવ્‍યાપી પ્રારંભ તા.૨૩મી સપ્‍ટેમ્‍બરે ઝારખંડના રાચીથી વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે કરાશે. ખેડા જિલ્‍લામાં આ યોજના હેઠળ ૧.૭૯ લાખથી વધુ પરિવારના નવ લાખ નાગરિકોને સો ટકા સરકારી ખર્ચે સારવાર પુરી પડાશે. નાના-મોટા રોગોમાં આ યોજના હેઠળ વર્ષિક રૂા.પાંચ લાખની મર્યાદામાં નોંધાયેલા પરીવારોને સારવાર પુરી પાડવામાં આવશે.

ખેડા જિલ્‍લામાં આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ તથા જિલ્‍લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયુષ્‍યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજનાનો સહકાર, રમત-ગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગના રાજયમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ તા.૨૩-૦૯-૨૦૧૮ને રવિવારના રોજ સવારે ૧૧.૩૦ કલાકે સીવીલ હોસ્‍પિટલ કેમ્‍પસ, નડિયાદ ખાતેથી આ યોજનાનો શુભારંભ કરાવશે.

આ પ્રસંગે સાંસદશ્રી દેવુંસિંહ ચૌહાણ, જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, કલેક્ટરશ્રી આઇ.કે.પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડી.એન.મોદી, પદાધિકારીઓ અને આરોગ્‍ય વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહેશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY