આણંદ,તા.૨૬
ખંભોળજ સ્થિત ખેરડા ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન એક વિવાદિત ગુજરાતી ગીત વગાડવા બાબતે બે કોમ વચ્ચે હિસક અથડામણ થઈ હતી. જેમાં તોફાનીઓએ ત્રણ વાહનોને આગચંપી કરી હતી. આ બનાવમાં ગામના ડેપ્યુટી સરપંચને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે આણંદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આજે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બે કોમ વચ્ચે થયેલી અથડામણ વધુ ઉગ્ર ન બને તે માટે ખેરડા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ગણેશ વિસર્જન દરમિયાન લાગણી દુભાય તેવું ગીત વગાડવાને લઈ સોમવારે રાત્રે બાર કલાકે બે જૂથ વચ્ચે ગીત ન વગાડવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. દરમિયાન બોલાચાલી ઉગ્ર સ્વરૂપમાં પરિણમતાં બંને કોમ મારક હથિયાર સાથે સામ-સામે આવી ગઈ હતી. ઉશ્કેરાયેલા તોફાનીઓએ બાઈક, ટેમ્પી તથા એક કારમાં આગચંપી કરી હતી. દરમિયાન, કોઈ શખ્સે ત્યાં હાજર ડેપ્યુટી સરપંચ મહેન્દ્ર ભોઈના માથામાં લોખંડની પાઈપ મારી દેતાં ત્યાં જ ફસડાઈ પડ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



