થલેડીમાં મહિલાઓના અધિકારો અંગે કાનૂની શિબિર યોજાઇ 

0
16

નડિયાદઃ વસો તાલુકાના થલેડી ખાતે જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્‍લા ન્‍યાયાલય, નડિયાદ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ વસોના સંયુક્ત ઉપક્રમે મહિલાઓના અધિકારો અંગે કાનુની શિબિર યોજાઇ હતી.

કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી પી.એસ.સિંધીએ મહિલાઓને મળતી મફત અને સક્ષમ કાનૂની સહાય કેવી રીતે અને કોને મળે તે અંગે વિસ્‍તૃત માર્ગદર્શન આપ્‍યું હતું. વકીલશ્રી ડી.એસ.વણકરે મહિલાઓને મળતા અધિકારોની વિગતવાર માહિતી આપી હતી.

વકીલ બી.ડી.વ્‍યાસે ગુજરાત વિક્ટીમ કંમ્‍પેસેશન સ્‍કીમ-૨૦૧૬ અંગે, જે.એસ.મેકવાને સિવીલ કેસો તેમજ સુખાધિકાર અંગે સમજ આપી હતી.આ કાનૂની શિબિરમાં વસોના મુખ્‍ય સિવિલ જજ આર.વી.વૈશ્‍ય, બાર એસોશિયેશનના પ્રમુખ અશ્વિનભાઇ મહિડા, કે.એમ.પટેલ, બી.એમ.મકવાણા સહિત વિશાળ સંખ્‍યામાં મહિલાઓ અને ગ્રામજનો હાજર રહયા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY