ભારતે રચ્યો ઇતિહાસ,ઇસરોએ ૮ દેશોના ૩૧ સેટેલાઈટનું લોન્ચિંગ કર્યું

0
28

(પીએસએલવી)સી-૪૩ની મદદથી ઈસરોએ ૩૧ સેટેલાઈટને સફળતાપૂર્વક અંતરિક્ષમાં છોડ્યા
સેટેલાઈટ હાઈસિસ વાયુમંડળમાં થતાં ફેરફારોની ઓળખ કરવાની સાથે ધરતીના મેગ્નેટિક ફીલ્ડનું પણ અધ્યયન કરશે,પૃથ્વી પર નજર રાખતા ભારતીય સેટેલાઈટનું પણ લોન્ચીંગ

શ્રીહરિકોટા,તા.૨૯
ભારતે અંતરિક્ષ ક્ષેત્રમાં આજે વધુ એક મોટી સિદ્ધિ અને સફળતા પોતાના નામે કરી લીધી છે. ઇન્ડિયન સ્પેસ અને રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ શ્રીહરિકોટા ખાતે સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી પોલર સેટેલાઇટ લોન્ચ વિહિકલ (પીએસએલવી)સી-૪૩ દ્વારા અમેરિકાના ર૩ સહિત કુલ ૩૧ સેટેલાઇટને આજે સવારે ૯-પ૮ કલાકે સફળતાપૂર્વક અંતરિક્ષમાં લોન્ચ કર્યા હતા.
શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી ઇસરોએ આજે હાઇપર સ્પેક્ટ્રલ ઇમેજિંગ સેટેલાઇટ (એચવાયએસઆઇએસ) લોન્ચ કર્યા હતા. આ સેટેલાઇટ પીએસએલવી સી-૪૩ દ્વારા લોન્ચ કરવામાં આવ્યા છે. આમ ઇસરોએ અલગ અલગ દેશોના ૩૧ સેટેલાઇટ સ્પેસમાં મોકલ્યા છે. જેમાં ર૩ સેટેલાઇટ અમેરિકાના છે. પીએસએલવીની આ વર્ષમાં આ છઠ્ઠી સફળ ઉડાન છે. પીએસએલવી સી-૪૩ પૃથ્વીનું નિરીક્ષણ કરનાર ભારતીય ઉપગ્રહ એચવાયએસઆઇએસ અને ૩૦ અન્ય સેટેલાઇટને પોતાની સાથે સ્પેસમાં લઇ ગયું છે.
ઇસરોએ જણાવ્યું હતું કે આ ઉપગ્રહને ૬૩૬ કિ.મી. ધ્રુવીય સૂર્ય સમન્વય કક્ષ (એસએસઓ)માં ૯૭.૯પ૭ ડિગ્રીના ઝુકાવ સાથે સ્થાપિત કરવામાં આવશે. ઉપગ્રહનું આયુષ્ય પાંચ વર્ષનું રહેશે. ઇસરોએ વધુમાં જણાવ્યું હતું કે હાઇપર સ્પેકટ્રલ ઇમેજિંગ સેટેલાઇટનું પ્રાથમિક લક્ષ્ય ઇલેકટ્રોમેગ્નેટિક સ્પેકટ્રમની નજીક ઇન્ફ્રારેડ અને શોર્ટવેવ ઇન્ફ્રારેડ ક્ષેત્રમાં પૃથ્વીની સપાટીનો અભ્યાસ કરવાનું છે.
અમેરિકાના ર૩ સેટેલાઇટ ઉપરાંત અન્ય બે દેશોના સેટેલાઇટ આજે પીએસએલવી સી-૪૩ દ્વારા પ૦૪ કિ.મી.ની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. તેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, કોલંબિયા, ફિનલેન્ડ, મલેશિયા, નેધરલેન્ડ અને સ્પેનનો સમાવેશ થાય છે.
ઇસરોએ જણાવ્યું હતું કે આ ઉપગ્રહોના પ્રક્ષેપણ માટે ઇસરોની વાણિજ્યિક શાખા એન્ટરિક્ષ કોર્પોરેશન લિ. સાથે કોમર્શિયલ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે. પીએસએલવી સી-૪૩ ઇસરોની ત્રીજી પેઢીનું પ્રક્ષેપણ યાન છે.
૧૦ પોઇન્ટ્‌સમાં જાઇએ આ ઉડાનની ખાસિયતો :
૧- આ મિશન દ્વારા ભારત સહિત ૯ દેશોના ૩૧ સેટેલાઈટ પોલર સેટેલાઈટ લોંચ વીકાયલ (પીએસએલવી) સી -૪૩ દ્વારા શરૂ લોન્ચ કરવામાં આવ્યા છે. આ પીએસએલવીની ૪૫મી ઉડાન છે.
૨- આ ઉપગ્રહોના પ્રક્ષેપણ માટે ઇસરોના વાણિજ્યિક અંગ સાથે કમર્શિયલ કરાર કરવામાં આવ્યો છે. પીએસએલવી ઇસરોનું ત્રીજી પેઢીનું પ્રક્ષેપણ યાન છે અને આ મિશનના ડાયરેક્ટર આર હટન છે.
૩- આ પ્રક્ષેપણ ૪ સ્ટેજ માં લોંચ થયું. પ્રથમ સ્ટેજમાં પીએસએલવી ૧૩૯ સોલિડ રોકેટ મોટરનો ઉપયોગ કરે છે જે ૬ સોલિડ સ્ટૂપ બૂસ્ટ કરે છે. બીજા સ્ટેજમાં લ્કિવિડ રોકેટ એન્જિનનો ઉપયોગ થાય છે, જે વિકાસ નામથી ઓળખાય છે. ત્રીજા સ્ટેજમાં સોલિડ રોકેટ મોટર છે જે ઉપરી સ્ટેજને વધુ શક્તિથી ધકેલે છે. ચૌથા સ્ટેજમાં પેલોડની નીચેના ભાગમાં હાજર ભાગમાં બે એન્જિન હોય છે.
૪-પ્રક્ષેપણની ઉલ્ટી ગણતરી ૨૮ કલાક પહેલા બુધવારે સવારે ૫.૫૮ મિનિટથી શરૂ થઇ ગઇ હતી. તેમાં ભારત સિવાયના અમેરિકા (૨૩ સેટેલાઈટ) અને આૅસ્ટ્રેલિયા, કેનેડા, કોલમ્બિયા, ફિનલેન્ડ, મલેશિયા, નેધરલેન્ડ અને સ્પેન (દરેકના એક સેટેલાઇટ)નો સમાવેશ છે. તેમાં એક માઇક્રો અને ૨૯ નેનો સટલાઇટ છે.
૫- ભારતનું હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ સેટેલાઇટ આ મિશનનું પ્રાથમિક સેટલાઇટ છે. ઇમેજિંગ સેટેલાઈટ પૃથ્વીની દેખરેખ માટે ઇસરો દ્વારા વિકસિત થયેલ છે.
૬- આ ઉપગ્રહનો ઉદ્દેશ પૃથ્વીની સપાટી સાથે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં ઇન્ફ્રારેડ અને શોર્ટ વેવ ઇન્ફ્રારેડ ફિલ્ડનો અભ્યાસ કરવાનો છે. HySIS એક વિશિષ્ટ ચિપની મદદથી તૈયાર થાય છે જેને ટેકનિકલ ભાષા ‘ઑપ્ટિકલ ઇમેજિંગ ડિટેક્ટર એરે’ કહેવાય છે.
૭-આ સેટેલાઇટથી પૃથ્વીના દરેક ભાગ પર દેખરેખ રાખવી સરળ બનશે કારણ કે આશરે ધરતીથી ૬૩૦ કિલોમીટર દૂર અતંરિક્ષથી પૃથ્વી પર હાજર વસ્તુઓના ૫૫ વિભિન્ન રંગોની ઓળખ આસાનીથી થઇ શકશે.
૮- હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ અથવા હાઇસ્પેક્સ ઇમેજિંગની એક ખાસિયત એ પણ છે કે આ ડિજિટલ ઇમેજિંગ અને સ્પેક્ટ્રોસ્કોપીની શક્તિને જોડે છે.
૯- હાઇસ્પેક્સ ઇમેજિંગ અંતરિક્ષથી એક દ્રશ્યના દરેક પિક્સેલના સ્પેક્ટ્રમને વાંચવા ઉપરાંત પૃથ્વી પર વસ્તુઓ, સામગ્રી અથવા પ્રક્રિયાઓની અલગ ઓળખ પણ કરે છે. તેનાથી પર્યાવરણ સર્વેક્ષણ, પાક માટે ઉપયોગી જમીનનું મૂલ્યાંકન, તેલ અને ખનિજ પદાર્થોના ખાનોની શોધ સરળ બને છે.
૧૦- ૩૧ સેટેલાઈટનું કુલ વજન ૨૬૧.૫ કિ.ગ્રા છે. ૧૧૨ મિનિટમાં આ મિશન પૂર્ણ થશે. આ સેટેલાઈટોમાં ગ્લાસગોના ૨ નેનો સેટેલાઇટ પણ છે. તેનો હેતુ હવામાન અને ગ્લોબલ ક્લાયમેટ ચેન્જનો સામનો કરવા માટે મદદ કરશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY