ખેડા,તા.૩૦
ખેડાના બાલાસિનોર-સેવાલીયા રોડ ઉપર બુધવારે દૂધ ભરેલું ટેન્કર પલટી ખાઇ ગયું હતું. જેના પગલે ખેતરમાં દૂધની નદી વહી હતી જ્યારે સ્થાનિક લોકોને જાણ થઇ ત્યારે લોકોએ દૂધીની ઉઘાડી લૂંટ ચલાવી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે અમુલનું છ લાખનું હજારો લીટર દૂધ ખેતરમાં વહી ગયું હતું. આ અકસ્માતમાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકઠાં થયા હતા.
મળતી માહિતી પ્રમાણે બાલાસિનોર-સેવાલીયા રોડ ઉપર બડેવિયા નજીક દૂધ ભરેલું ટેન્કર પસાર થઇ રહ્યું હતું. ત્યારે ટેન્કર ચાલકે ગફલત ખાતા સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટેન્કર પલટી ગયું હતું. જેના પગલે ટેન્કરમાં ભરેલું હજારો લિટર દૂધ ખેતરમાં વહી ગયું હતું. જ્યારે ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકઠાં થયા હતા. જ્યારે ટન્કરમાં રહેલું બાકીના દૂધની લોકોએ ઉઘાડી લૂંટ કરી હતી. આ ટેન્કર અમુલનું હતું અને ટેન્કરમાં ૬ લાખનું દૂધ ભરેલું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



