પાકિસ્તાનની ૧૧ સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

0
10

ઈસ્લામાબાદ,તા.૧૪
પાકિસ્તાનમાં ૧૧ નેશનલ એસેમ્બલી સીટો પર ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે. તેની માહિતી ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ આપી છે. અધિકારીએ સોમવારના રોજ ડોન અખબારને કહ્યું કે નેશનલ એસેમ્બલીની ૧૧ સીટો પર બે મહિનાની અંદર પેટાચૂંટણી કરાવાશે. તેમણે કહ્યું કે ૧૮મી આૅગસ્ટના રોજ વડાપ્રધાન શપથ ગ્રહણ સમારંભ બાદ તરત જ પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેશે.
અધિકારીના મતે કેટલાંક ઉમેદવાર દ્વારા એકથી વધુ સીટો પર જીત પ્રાપ્ત કરતાં નવ સીટો ખાલી થઇ છે. આ સિવાય પાકિસ્તાન મુÂસ્લમ લીગ-નવાઝના નેતા હનીફ અબ્બાસીના અયોગ્ય ગણાવ્યા બાદ એનએ૬૦ (રાવલપિંડી)ની સીટ ખાલી થઇ છે. બીજીબાજુ ચૂંટણી પહેલાં પૂર્વ પાકિસ્તાનમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં એનએ૧૦૩ (ફેસલાબાદ)ના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા હતા તેમનો જીવ જતો રહ્યો. ત્યારબાદ આ સીટ પર મતદાન સ્થગિત કરી દેવાયું હતું. એવામાં નેશનલ એસેમ્બલીની કુલ ૧૧ સીટો પર ફરી ચૂંટણી કરાવાશે.
આપને જણાવી દઇએ કે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના અધ્યક્ષ ઇમરાન ખાને પાંચ નેશનલ એસેમ્બલી સીટો પર ચૂંટણી લડ્યા હતા. તમામ પાંચ સીટો પર તેમને જીત પ્રાપ્ત કરતા ચાર સીટો છોડવી પડી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY