પાર્ટીથી નારાજ કપડવંજના ધારાસભ્ય કાળાભાઇ ડાભીએ રાજીનામું આપ્યું

0
32

ખેડા,તા.૪
કોંગ્રેસમાં રાજીનામાંનો દોર હજી યથાવત છે. પાર્ટીથી નારાજ થઇને કપડવંજના ધારાસભ્ય કાળાભાઇ ડાભીએ પાર્ટીના પદો પરથી રાજીનામું ધરી દીધું છે. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને લખેલા એક પત્રમાં ડાભીએ કહ્યું છે કે, પાર્ટી હાઇ કમાન્ડ દ્વારા ખેડા સંસદીય મતવિસ્તાર માટે બિમલ શાહની પસંદગીથી તેઓ નારાજ છે. બિમલ શાહની પસંદગી થતાં મને અને સંખ્યાબંધ કાર્યકર્તાઓને દુખ પહોંચ્યું છે અને તેથી મારા સહિત પાર્ટીના સંખ્યાબંધ આગેવાનો અને કાર્યકર્તાઓ પોતાના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપીએ છીએ.
ઉલ્લેખનીય છે કે ખેડા બેઠક પરથી બિમલ શાહના નામ જાહેર થતાં જિલ્લા કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો હતો. ધારાસભ્ય કાળુભાઇ ડાભી સહિતના જિલ્લા પંચાયતના હોદ્દેદારોએ રાજીનામાની ચીમકી આપી હતી અને ઉમેદવારના નામ પર ફેર વિચારણા કરવા માટે માગ કરી હતી. કોંગ્રેસે ખેડા બેઠક પરથી બિમલ શાહને ટિકીટ ફાળવી છે જે પહેલા ભાજપામાં હતા. કેશુભાઇ પટેલ સરકારમાં મંત્રી રહી ચૂકેલા બિમલ શાહ થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં જાડાયા હતા. પાર્ટીએ તેમને ટિકીટ આપતાં પાયાના કાર્યકરોમાં રોષ જાઇ શકાય છે. આ બેઠક પર ઉમેદવારો માટે ભારે જુથબંધી જaવા મળી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY