ભાવનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલે ફોર્મ ભર્યું

0
9

ભાવનગર,તા.૪
ભાવનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલે ફઓર્મ ભરતા પહેલા આજે સંમેલન યોજ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા. મનહર પટેલે સંમેલનમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. બાદમાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કર્યું હતું.
મનહર પટેલ મૂળ વલભીપુર તાલુકાના પાટણા ગામના વતની અને કૃષિક્ષેત્રે સ્નાતક છે. મનહર પટેલ ભાવનગર અને બોટાદમાં આવેલી વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સાથે છેલ્લા દસેક વર્ષથી જોડાયેલા છે અને સામાજિક તથા સ્વૈચ્છિક પ્રવૃત્તિઓ કરે છે. જ્યારે પ્રદેશ કોંગ્રેસમાં પ્રવક્તા તરીકે હાલ જવાબદારી નિભાવતા મનહર પટેલ આ અગાઉ પણ કોંગ્રેસના સંગઠનની વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY