સુરેન્દ્રનગર,તા.૨૯
સુરેન્દ્રનગરના લીંબડીમાં પાણીનો વેપલો જાવા મળ્યો છે. ખેડૂતો પાસેથી રૂપિયા લઈને પાણી આપતા હોવાની રાવ સાથે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. લીંબડીના ૮ ઝોનમા ૮ દિવસે પણ લોકોને પાણી મળતું નથી. જાકે લક્ષ્મીસર સંપમાંથી લીંબડી પાલિકાને પાણી પુરુ પડાય છે.
લક્ષ્મીસર, શિયાણી, નટવરગઢ, ઘાઘરેટિયા ગામે પાણી માટે પુરવઠા બોર્ડના અધિકારીઓ રૂપિયા લઈને સેટિંગ પાડતા હોવાનો આરોપ ગામ લોકો કરી રહ્યાં છે. પાણીની લાઈનમાં વાલ્વ ખોલીને પાણી ચોરી થતી હોવાના આરોપ પણ કરવામાં આવ્યા છે.
લીંબડી પંથકમાં સરકારી સૌની યોજનામાં બાબુઓના ગજવા ભરો ને પાણી મેળવો જેવી સ્થિતિ સર્જાઈ છે. એકબાજુ પાણીની અછતના કારણે કકડાટ જાવા મળી રહ્યો છે.
ત્યારે બીજીબાજુ લક્ષ્મીસરથી લીંબડી સુધી સૌની યોજનાંની પાણીની પાઇપ લાઇનમાં માથાભારે તત્વો દ્વારા લાઇનમા ભંગાણ કરીને પાણીનો વેપલો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે લોકોમાં ભારોભાર રોષ જાવા મળી રહ્યો છે. આ માથાભારે તત્વો સામે કોઇ કાર્યવાહી થશે કે કેમ તેવો સવાલ લોકોમાં ચર્ચામો વિષય બન્યો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





