ભાજપના ઈશારે વોર્ડ સમિતિની બેઠકમાં કર્મચારી ગેરહાજરનો આક્ષેપ

0
8

સુરત,તા.૨૯
સુરત મહાનગરપાલિકાના કેટલાક કર્મચારીઓ ભાજપ શાસકોના ઈશારે કામગીરી કરતાં હોવાનો આક્ષેપ આંજણના કોંગ્રેસના કોર્પોરેટરે કર્યો છે. કોંગ્રેસના કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો છે કે આ મહત્વની બેઠક માટે અગાઉથી જ કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી છતાં તેઓ હાજર રહ્યાં નથી. પાલિકાના કેટલાક કર્મચારીઓ ભાજપની સરપસ્તીમાં પડી ગયાં હોવાથી તેમને પ્રાથમિક સુવિધાના કામો પર ધ્યાન આપતા ન હોવાની ફરિયાદ થઈ છે.
સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં આજે વોર્ડ સમિતિની બેઠક રાખવામા આવી હતી. વોર્ડ નંબર ૧૮ની સમિતિની આ બેઠકમાં નવા વરાયેલા અધ્યક્ષ અસલમ સાયકલવાલા, સભ્ય શૈલેષ રાયકા અને લીલા સોનવણે ૧૧ વાગ્યે આવી ગયાં હતા. વોર્ડ સમિતિના સભ્યો ૧૧ વાગ્યે આવી ગયાં હોવા છતાં ૧૧-૪૫ વાગ્યા સુધી ઝોનના કોઈ પણ કર્મચારીઓ આવ્યા જ ન હતા.
મીટીંગના સમયના ૪૫ મિનિટ સુધી કર્મચારીઓ ન આવતાં બેઠક મુલત્વી રાખવી પડી હતી. કોંગ્રેસના કોર્પોરેટરોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ૧૫ નવેમ્બરના રોજ આ બેઠકમાં સંબંધિત કર્મચારીઓને હાજર રહેવા માટે તાકીદ કરવામાં આવી હતી. અગાઉથી જાણ કરવા છતાં કેટલાક કર્મચારીઓ ભાજપના ઈશારે વોર્ડ સમિતિની બેઠકમાં ગેરહાજર રહ્યાનો આક્ષેપ કરવામા આવ્યો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY