સુરત,તા.૭
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદે બે દિવસ પહેલા ભારે રમઝટ બોલાવી હતી જેના કારણે ધરતીપુત્રોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી અને ખેતરમાં શેરડી, ડાંગર, કેળ સહિતની વાવણીના કામે જાતરાયા છે.
ચોમાચા ૠતુનો વિધિવત પ્રારંભ થવા છતાયે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થયું ન હતું. સામાન્ય રીતે ૧૫ જૂનથી ચોમાસાની ૠતુનો પ્રારંભ થઈ જાય છે પરંતુ દર વર્ષની જેમ આ વખતે પણ ચાલુ મોસમ દરમિયાન વરસાદ ખેંચાઈ ગયો હતો જેના કારણે વરસાદી પાણી પર નભતા ખેડૂતો ભારે ચિંતામાં મૂકાયા હતા અને કયારે વરસાદ પડે તેની રાહ જોઈ આકાશમાં મીટ માંડી બેઠા હતા. તે વચ્ચે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમા ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી, આ આગાહી સાચી ઠરી હતી અને દેમાર વરસાદ વરસતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પાણીથી તરબોળી ઉઠ્યો હતો. સતત બે દિવસ સુધી મનમૂકીને વરસાદ પડવાને કારણે ચિંતામાં મૂકાયેલા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી અને તેઓ પોતાના ખેતરોમાં વાવણીના કામે લાગી ગયા છે.
દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને શેરડી, ડાંગર અને કેળાનો પાક થતો હોવાથી આ પાકની વાવણી ધરતીપુત્રોએ શરૂ કરી દીધી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





