લગ્ન કરવાની લાલચ આપી રિક્ષા ચાલક છોકરીને ઉઠાવી ગયો કિશોરીને ભગાડી જનાર રિક્ષા ચાલક સામે અપહરણનો ગુનો દાખલ

0
17

સુરત, તા.૫
જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી અને ૧૪ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી એક રિક્ષા ચાલક ફરાર થઈ ગયા હોવાનો બનાવ જહાંગીરપુરા પોલીસ મથકમાં નોંધાયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અોલપાડ તાલુકાના કનાજ ગામના તબેલા કાલુ વીરસિંહ રાજપુત રહે છે. તેઅો રિક્ષા ફેરવી પોતાનું ગુજરાન ચલાવે છે. રિક્ષા ચાલકના મકાનની બાજુમાં વાડીવાળાના નામનું ખેતર આવ્યું છે. આજથી પાંચેક મહિના પહેલા કાલુ રાજપુતે સગીરાના પિતા સાથે અોળખાણ થઈ હતી અને તેમણે સગીરાïના પિતાને રૂ.૯ હજાર ઉધારમાં આપ્યા હતા. ઉધારમાં લીધેલા નાણાં પરત ન આપતા રિક્ષા ચાલકે સગીરાના પિતા સાથે ઝઘડો પણ કર્યો હતો અને ત્યારબાદ તે જતો રહ્ના હતો. ત્યારબાદ જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કરી રિક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો. પરિવારજનોએ અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY