નર્મદા જીલ્લામાં પ્રથમ વખત રાજપીપલા ખાતે સુરતની સંસ્થા દ્વારા સક્ષમ કિશોરી અભિયાનનો પ્રારંભ

0
133

રાજપીપળા:

રાજપીપળા કોલેજ ખાતે સુરતની સફળ યુવા સોશ્યિલ ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા તારીખ 22-2-18 ના રોજ સવારે 11:15 વાગે સક્ષમ કિશોરી અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે જેમાં 10 થી 19 વર્ષની કિશોરીઓ માટે દેહ શેષ્ઠવ ,આરોગ્ય શિક્ષણ ,કીશોર અવસ્થામાં થતા ફેરફાર, સ્ત્રી પ્રજનન તંત્ર અને જાતીય રીતે ફેલાતા રોગો સહિતની ઘણી સવિસ્તાર માહિતી આપવામાં આવશે સાથે જ સિક્લસેલ, એનિમિયા, મહિલા માટે કલ્યાણકારી યોજના, મહિલા અધિકાર અને કાયદાઓ માટે આ અભિયાનનું આયોજન કરાયું છે, જેમાં તજજ્ઞો સતત ત્રણ દિવસ સુધી 200 થી વધુ બેન-દીકરીઓ સાથે વાર્તાલાપ કરશે. આ કાર્યક્રમને સફળ બનવવા રાજપીપલા કોલેજના પ્રિન્સિપાલ ર્ડો.શલેન્દ્રસિંહ માંગરોલા ,પ્રોફેસર ભોંયે -પ્રોગ્રામ કોર્ડીનેટર – એન.એસ.એસ., રસિકભાઈ નાઈ -પ્રિન્સિપાલ ,નર્સિંગ સ્કૂલ તેમજ એચ.ડી.રોહિત -નર્સિંગ સ્કૂલ ,રાજપીપલા દ્વારા સહયોગ  મળ્યો છે.

રિપોર્ટર: ભરત શાહ, રાજપીપળા.

   

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY