અંકલેશ્વર:
આજરોજ અંકલેશ્વર નોટીફાઇડ એરીયા ઓથોરિટી જીઆઇડીસી અંકલેશ્વર ખાતે ઔદ્યોગિક એકમો માં આવતાં ટેન્કર, ટ્રકો તેમજ અન્ય વાહનો પાસેથી પચાસ રૂપિયાની પાવતી આપીને પ્રવેશ કરાવવાનાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આ મુદ્દે ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા રાજપીપળા ચોકડી પાસે આવતા ભારે વાહનોને અટકાવીને ચક્કાજામ કર્યો હતો. એસોસિએશનના મેમ્બરો એ જણાવ્યું હતું કે આ ઓથોરીટી દ્વારા મુકાયેલ કાયદો યોગ્ય નથી જેથી આ પૈસાને આપીએ નહીં અમો આજીવન ટેક્સ સરકારમાં ભરતા હોઈએ છીએ અમે આવી કોઈ પણ પાવતીના રૂપિયા આપીએ નહિ. જોકે આ અંગે નોટિફાઇડ ઓથોરિટી ના ચેરમેન હિંમતભાઈ શેલડીયા તેમજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયન ના પ્રમુખ મહેશ પટેલે ટ્રાન્સપોર્ટર એસોસીએશન સાથે આ અંગે વાતચીત કરી રહ્યા છે ભારે ચક્કાજામના કારણે રાજપીપળા ચોકડી ખાતે અફરાતફરી મચી હતી. જોકે ટ્રાફિક નિયંત્રણ અર્થે પોલીસ તંત્ર સ્થળ પર દોડી આવી ટ્રાફિક હળવો કરવાની કોશીસ કરી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"