વગુસણા ખાતે જલારામ મંદિરના મહંતને કેફીપીણું પીવડાવી માર મારી ચોરી કરવાનો પ્રયાસ

0
136

ભરુચ,
તા.૦૭/૦૩/૨૦૧૮

નેશનલ હાઇવે ૫ર વગુસણા ગામ ખાતે જલારામ મંદિરના મહંતને ચાર શખ્સોએ કેફી પીણું પીવડાવી માર મારી તેનો સામાન અને તીજારી વેર–વિખેર કરી ચોરીનો પ્રયાસકર્યો હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામ્યો છે.

અરવિંદભાઇ ગોંડલીયા છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઇવે ૫ર અતિથિ હોટલની સામે વગુસણા ગામ ખાતે આવેલ જલારામ મંદિરમાં સેવા પુંજા કામ કરે છે. બુધવારના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ બે બાઇક લઇ ચાર શખ્સો તેમની પાસે આવ્યા હતા. જેમણે અરવિંદભાઇ ગોંડલીયાને ઠંડા પીણામાં કેફી પીણું નાંખી પીવડાવી દીધું હતું. બાદમાં તેમને માર મારી ચારેય શખ્સોએ તેમનો સામાન અને તીજારી ફંફોસી ફરાર થઇ ગયા હતા. આ બાજુ કેફી પીણાના કારણે અર્ધ બેભાન અવસ્થામાં બાઇક લઇ મદદ માટે તેમની નજીક આવેલ શાંતિલાલ ચીમનભાઇ ઠાકોરના કુવા તરફ ગયા હતા જ્યાં કુવા પાસે જ તેઓ ચાલુ બાઇકે ઢળી ૫ડતા લોકો દોડી આવ્યા હતા. જેમણે ૧૦૮ બોલાવી અરવિંદભાઇને અર્ધબેભાન અવસ્થામાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. બનાવ અંગે નબીપુર પોલીસને જાણ કરવામાં આવતા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY