શ્રેણી ગુમાવવાનો અર્થ એ નથી કે એકતરફી હારી ગયા, નિડર થઇને રમ્યાઃ કોહલી

0
7

લંડન,તા.૧૨
ઇંગ્લેન્ડે ભારત વિરૂદ્ધ પાંચ ટેસ્ટ મેચની સિરીઝ ૪-૧થી જીતી લીધી છે. હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ, ૪-૧નો આંકડો તેમની ટીમના પ્રદર્શનની સાચી તસવીર રજૂ નથી કરતું. વિરાટ કોહલી અનુસાર લોડ્‌ર્સ ટેસ્ટને છોડી દઇએ તો ભારત કોઇ પણ ટેસ્ટમાં એક તરફી નથી હાર્યું. આખી સિરીઝમાં અમારા ખેલાડી નિડર થઇને રમ્યા. અમારી ટીમમાં યોગ્યતા છે, માત્ર અમારે અનુભવ જાઇએ.
વિરાટ કોહલીએ કહ્યુ, ‘અમે જે રીતની ક્રિકેટ રમ્યા તે સ્કોર બોર્ડ પર ના જાવા મળ્યું. જાકે, બન્ને ટીમ જાણે છે કે આ એક કઠિન સિરીઝ હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ ઘણી સારી સિરીઝ રહી.’ શ્રેણીને કારણે થનારા નફા-નુકસાનને લઇને વિરાટ કોહલીએ કહ્યુ, કે ફેન્સ હવે મેદાન પર આવશે. તે બન્ને ટીમને જીત માટે રમતા જાશે.ઇંગલિશ ટીમ પણ પ્રતિસ્પર્ધી ક્રિકેટ રમવા માટે જાણીતી છે.
વિરાટ કોહલીએ લોકેશ રાહુલ અને રિષભ પંતની પણ પ્રશંસા કરી હતી. વિરાટે કહ્યુ,, ‘આ બન્ને ખેલાડીઓના પ્રદર્શન ભારતીય ટીમનું ભવિષ્ય બતાવે છે. હું બન્નેના પ્રદર્શનથી ઘણો ખુશ છું’ વિરાટ કોહલી અનુસાર, ‘પંતે અધિક સાહસ અને પ્રતિભાનું પ્રદર્શન કર્યુ. જ્યારે તમે આવી પરિસ્થિતિમાં હો ત્યારે પરિણામ વિશે નથી વિચારત પરંતુ વસ્તુ તમારા અનુકુળ થતી જાય છે.’

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY