જગન્નાથ મંદિરને જોડતા રસ્તા પાછળ અ.મ્યુ.કો.એ કરી રૂ. ૧૦ કરોડની ફાળવણી

0
9

અમદાવાદ,તા.૧૯
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ના બજેટમાં ઐતિહાસિક જગન્નાથ મંદિરને સાંકળતા રોડની અલગ ઓળખ ઊભી કરવા માટે ખાસ ઠરાવ મંજૂર કરાયો હતો. આ માટે શાસક પક્ષ દ્વારા બજેટમાં રૂ.૧૦ કરોડની ફાળવણી પણ કરાઇ હતી. હવે તંત્રે આ દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.
ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓડિશાના જગન્નાથપુરીમાં આવેલું છે, ત્યાર બાદ અમદાવાદના જમાલપુરનું જગન્નાથ મંદિર આવે છે. શહેરનું જગન્નાથ મંદિર આશરે સાડા ચારસો વર્ષ જૂનું છે. સાધુ સારંગદાસજી મહારાજે જમાલપુરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બડે ભૈયા બલરામજીની મૂર્તિની સ્થાપના કરી હતી. જ્યારે જગન્નાથ મંદિરના ચોથા મહંત નરસિંહદાસજીએ વર્ષ ૧૯૭૮માં ભગવાન જગન્નાજીની પ્રથમ રથયાત્રાનું આયોજન કર્યું હતું.
અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની સૌથી મોટી અને સૌથી જૂની ઐતિહાસિક રથયાત્રા છે. જગન્નાથજી મંદિર અને ભગવાન જગન્નાથજીની બહેન સુભદ્રા અને બડે ભૈયા બલરામજી સાથે દર વર્ષે અષાઢી બીજે નીકળતી રથયાત્રા અમદાવાદની અસ્મિતાના પ્રતીકરૂપે છે.
ઐતિહાસિક જગન્નાથજી મંદિર અને તેનું પરિસર તો ભકતોની આંખને દીપાવે તેવું નયનરમ્ય બન્યું છે, પરંતુ મંદિરને સાંકળતા રસ્તા વગેરેનો વિકાસ થયો નથી, જેના કારણે અગાઉના ચેરમેન પ્રવીણ પટેલ દ્વારા જગન્નાથજી મંદિર આસપાસના વિસ્તાર માટે એરિયા ડેવલપમેન્ટ પ્લાન બનાવવાનો ઠરાવ બજેટમાં મંજૂર કરાયો હતો. હવે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ તેને માટેની કવાયત આરંભી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY