શ્રીલંકામાં આત્મઘાતી હુમલા બાદ બુરખા સહિત ચહેરો ઢાંકતી વસ્તુ પર પ્રતિબંધ

0
7

કોલંબો,તા.૨૯
શ્રીલંકામાં થયેલા હુમલા બાદ શ્રીલંકા સરકાર સતત કડક પગલા લઈ રહી છે. આતંકીયોના સ્થળો પર છાપામારી ચાલુ છે. જ્યારે હવે સરકારે એક નવો નિર્ણય લીધો છે. જેને લઈ બની શકે વિવાદ વધે, રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ પોતાના આદેશમાં કહ્યું કે, મોઢું ઢાંકીને ચાલનારની ઓળખ કરવા તેમને સહયોગ આપવો પડશે.
સિરિસેનાએ બુરખા સહિત તમામ એવા વસ્ત્રો પર પ્રતિબંધ લગાવાનો આદેશ આપ્યો છે, જેમાં કોઈ પણ વ્યકિત પોતાની ઓળખ છુપાવવા વાપરી શકાય. સોમવારથી લાગુ થનાર આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, એવા તમામ વસ્ત્રો પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે જેમાં કોઈની ઓળખ કરવામાં મુશ્કેલી પડે.
વડાપ્રધાન રાનિલ વિક્રમસિંધે સંસદમાં આંતકવાદી ગતિવિધિઓ વિરૂદ્ધ કાયદો બનાવા તેજી લાવવા આગ્રહ કર્યો છે. તેઓએ કહ્યું કે, ઘરેલુ આતંકી ગતિવિધિઓ સામે લડવા શ્રીલંકામાં ૧૯૭૯ આતંકવાદ વિરોધી કાયદો બનાવાયો હતો. જ્યારે ૨૦૧૮માં આતંકવાદ સામે લડવા સંસદમાં એક નવું બિલ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે હજુ પણ સમિતિ પ્રભારી પાસે લટકેલું પડ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY