દુનિયાની કોઇ તાકાત અનામત ખતમ નહીં કરી શકે : નિતીશ કુમાર

0
19

ગોપાલગન,તા.૨૯
બિહારમાં મુખ્યમંત્રી અને જનતાદળ (યુનાઇટેડ)નાં પ્રમુખ નિતીશ કુમારે કહ્યું કે, દુનિયાની કોઇ તાકાત નથી કે, તે અનામતને ખતમ કરી શકે. તેમણે લોકોને કહ્યું કે, જે લોકો ભ્રમ ફેલાવે છે તેનાથી ચેતતા રહો. મહત્વની વાત એ છે કે, બિહારમાં વિરોધપક્ષનાં નેતાઓ અને ખાસ કરીને રાષ્ટ્રીય જનતા દળનાં નેતા તેજસ્વી યાદવ વારંવાર કહે છે કે, નરેન્દ્ર મોદી સરકાર જા ફરી વખત સત્તા પર આવશે તો અનામત ખતમ કરી દેશે.
નિતીશ કુમારે જણાવ્યું કે, દુનિયાની કોઇ તાકાત નથી કે, તે અનામતને ખતમ કરી શકે. આ પ્રકારનો ભ્રમ ફેલાવતા લોકોથી ચેતવાની જરૂર છે. મેં પંચાયતમાં અનામત દાખલ કરી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક રીતે પછાત વર્ગનાં લોકોને ૧૦ ટકા અનામત આપી.
ગોપાલગની જિલ્લામાં માંઝામાં ચૂંટણી સભાને સંબોધન કરતા નિતીશ કુમારે જણાવ્યું કે, બિહારનાં વિકાસ માટે નરેન્દ્ર મોદી ફરી વખત સત્તા પર આવે તે જરૂરી છે. નિતીશ કુમારે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારે બિહારને ૫૦,૦૦૦ કરોડ રૂપિયા રોડ-રસ્તા બનાવવા માટે આપ્યા છે. આ સિવાય, રાજ્યનાં રસ્તાઓને નેશનલ હાઇ-વેમાં તબદીલ કર્યા છે.
લાલુ પ્રસાદ યાદવનાં દિકરા તેજસ્વી યાદવ પર નામ લીધા વિના નિશાન તાંકતા નિતીશ કુમારે જણાવ્યું કે, જો તેમને બંધારણ પર વિશ્વાસ હોય તો, તે આવુ કહે નહીં. તેને પિતા લાલુ પ્રસાદ યાદવ જેલમાં છે કેમ કે, કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા છે, કેમ કે તેમણે એવા કામો કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY