અમદાવાદ,તા.૨૫
શહેરીજનોમાં પાણીજન્ય રોગચાળા ઝાડા-ઊલટી, કમળો, ટાઇફોઇડ અને કોલેરાના કેસ સતત વધી રહ્યા હોઇ ભયનો માહોલ ફેલાયો છે. તંત્ર પણ આ રોગચાળાના પ્રકોપ પર નિયંત્રણ મૂકવા પાણીપૂરીના ધંધાર્થીઓ પર ઘોંસ વધારી રહ્યુ છે.
જાકે ઠેરઠેર આવતા પ્રદૂષિત પાણીથી પાણીજન્ય રોગચાળો વધ્યો છે ત્યારે આવા સંજાગોમાં ગઇ કાલથી પાણીના નમૂના લેવાની તંત્રની કામગીરી જ આંતરિક વિખવાદથી ઠપ થઇ ગઇ છે.
લોકોને પ્રદૂષિત પાણી પીવું પડતું હોઇ છેલ્લા ત્રણ અઠવાડિયામાં મ્યુનિસિપલ હોસ્પિટલમાં જ પાણીજન્ય રોગચાળાના કુલ ૮૩૯ દર્દીઓ સારવારગ્રસ્ત છે. જેમાં ઝાડા-ઊલટીના રપ૮, કમળાના ર૮૯, ટાઇફોઇડના ર૮પ અને કોલેરાના સાત દર્દીનો સમાવેશ થાય છે.
ઘાતક ગણાતા કોલેરાના તો છેલ્લા દોઢ મહિનામાં ૩૮ સત્તાવાર કેસ નોંધાઇ ચૂક્યા છે. વટવા, રામોલ, જમાલપુર, શાહપુર અને બહેરામપુરામાં કોલેરાના દર્દીઓ વધુ હોઇ આ વોર્ડના નાગરિકોમાં ભયનો માહોલ છવાયો છે.
આમ, એક તરફ શહેર પાણીજન્ય રોગચાળાના ભરડામાં ફસાયેલું છે તો બીજી તરફ ગઇ કાલથી પાણીના નમૂના લઇને તેમાં કલોરીન તપાસવાની હેલ્થ વિભાગની કામગીરી લગભગ ઠપ થઇ છે.
જાણકાર સૂત્રો કહે છે, તાજેતરમાં સત્તાવાળાઓએ હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ વચ્ચે કામનું વિભાજન કરી તેમાં પણ સ્વચ્છતા અભિયાન જેવી મહત્વપૂર્ણ બાબતનો સીધો હવાલો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને સોંપ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



