સુરત,તા.૨૫
પાંડેસરા નજીકના વડોદ ગામમાં પરિણીત પ્રેમિકાની તેના પ્રેમીએ લાકડાના ફટકા ઝીંકી હત્યા કરી હતી. પ્રેમિકાના માસૂમ પુત્રની સામે જ પ્રેમીએ લાકડાના ફટકા ઝીકી હત્યા થઈ હતી. હત્યા બાદ પ્રેમી નાસી ગયો હતો. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પાંડેસરાના વડોદ ગામે બે બાળકો અને પત્ની નંદીની સાથે સંજય રહેતો સંજય મીલમાં નોકરી કરે છે. વડોદ ગામના ગણેશ નગરમાં પતિ સંજય કામ પર ગયો હતો એ દરમિયાન નંદીનીનો પ્રેમી અજય ઘરે આવ્યો હતો. રાત્રે સાડા નવ વાગ્યા આસપાસ બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. બદકામ કરવા આવતા અજયના તાબે પ્રેમિકા નંદીની ન થતાં આખરે અજયે લાકડાના ફટકા નંદીનીના માથાના ભાગે ઝીંક્યા હતાં.
સાડા નવ વાગ્યા આસપાસ અજયે પ્રેમિકા નંદીનીને લાકડાના ફટકા મારતાં તેના માથાના ભાગેથી લોહિ વહેવા લાગ્યું હતું. જેથી લોહીમાં લોટપોટ નંદીની અંગેની જાણ નોકરી પરથી સાડા બાર વાગ્યે આવેલા પતિને થતાં તે સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ ગયો હતો. સિવિલ હોસ્પિટલમાં નંદીનીની પાંચેક કલાક સારવાર ચાલ્યા બાદ તેણીએ દમ તોડી દીધો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



