કોલકાત્તા,તા.૧૨
બીએમ ખેતાનના નેતૃત્વવાળું વિલિયમસન મૈગર ગ્રુપ પોતાની ફલેગશીપ કંપની એવરેડી ઈન્ડસ્ટ્રીઝનું વેચાણ કરી રહી છે. એજન્સીએ સૂત્રોને શુક્રવારે આ અંગેની માહિતી આપી છે. તે મુજબ વિલિયમસન મૈગર ગ્રુપની ડીલ માટે એવરેડીનું વેલ્યુએશન ૩,૦૦૦થી ૪,૦૦૦ કરોડ રૂપિયા માનવામાં આવી રહ્યું છે. કોટક મહિન્દ્ર બેન્કને આ માટે ખરીદનાર શોધવાની જવાબદારી સોપવામાં આવી છે. એવરેડી ડ્રાઈ સેલ બેટરી અને ફલેશલાઈટ સેકટરમાં દેશની સૌથી મોટી કંપની છે.
વિલિમયસન ગ્રુપ એવરેડીમાંથી સંપૂર્ણ રીતે બહાર નહીં થાય પરંતુ થોડો હિસ્સો જાળવી રાખશે. ખેતાનની પાસે એવરેડીના ૪૫ શેર છે. હજી એ સ્પષ્ટ થયું નથી કે વિલિયમસન ગ્રુપ એવરેડી કન્ટ્રોલિંગમાં પોતાનો હિસ્સો બનાવી રાખશે કે પછી માઈનોરીટી શેરહોલ્ડર તરીકે રહેશે.
હિસ્સો વેચવાના રિપોર્ટથી એવરેડી ઈન્ડસ્ટ્રીઝના શેરમાં શુક્રવારે જારદાર તેજી આવી છે. બીએસઈ પર આ વધારા સાથે શેર ૨૦૫.૨૦ રૂપિયા પર બંધ થયો હતો. કંપનીની હાલની માર્કેટ કેપ ૧,૪૯૧.૫૪ કરોડ રૂપિયા છે.
વર્ષ ૨૦૧૭-૧૮માં એવરેડની રેવન્યુ ૧,૪૫૦ કરોડ રૂપિય રહી હતી. હાલના નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં તે ૧,૬૦૦ કરોડ રૂપિયાનું અનુમાન છે. એવરેડીના મેનેજમેન્ટે તેને એફએમસીજી કંપનમાં બદલવાની કોશિશ પણ કરી હતી.
એવરેડી દેશની લગભગ ૧૦૦ વર્ષ જૂની કંપની છે. ૧૯૦૫થી એવરેડી પર યુનિયન કાર્બાઈડનો હક હતો. ખેતાન પરિવારે ૧૯૯૦ના દશકમાં ૩૦૦ કરોડમાં એવરેડીને ખરીદી લીધી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



