કોલકાતા,તા.૧૨
આ વર્ષે મે અને જૂન મહિના દરમિયાન ઇંગ્લેન્ડ ખાતે વન ડે ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે અને વિશ્વ વિજેતા બનવા માટે દરેક દેશની ટીમ ઘણી મહેનત પણ કરી રહી છે. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમથી દેશને ઘણી આશા છે કે એકવાર ફરી વિશ્વ ચેમ્પિયનનો ટાઇટલ જીતશે.
જાોકે ટીમની હાલની સ્થિતિ જોઈને પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ સોમવારે કહ્યું કે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં ચોથા ક્રમ પર બેટ્સમેનની જગ્યા ખાલી છે અને તેના માટે સ્પર્ધા ચાલુ છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ક્રિકેટ સ્ટેડિયમમાં મીડિયા સાથે વાત કરતા ગાંગુલીએ કહ્યું કે,‘વિકલ્પ હાલ પણ ઉપલબ્ધ છે. જાઈએ શું થાય છે.’
ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમની બેટિંગ લિસ્ટમાં ચોથા નંબરની જગ્યા પર અત્યારે કોઈ સ્થાયી બેટ્સમેન નથી. ટીમ મેનેજમેન્ટ હાલ આ સ્થાને અંબાતી રાયડુને તક આપી રહ્યું છે. પરંતુ અંબાતી રાયડુનું પ્રદર્શન કોઈ ખાસ રહ્યું નથી. જોકે રાયડુ સમય-સમય પર સારું પ્રદર્શન કરે છે, પરંતુ પ્રદર્શનમાં નિરંતરતાની અછત જાવા મળી છે. તમને બતાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા સામે ૩ મેચોમાં રાયડુએ માત્ર ૧૩,૧૮ અને ૨ રન બનાવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



