અબુજા,તા.૧૨
માથાભારે પતિ દ્વારા પત્નીની મારપીટ થવાની ઘટનાની દુનિયાભરના કોઇ દેશમાં નવાઇ નથી. પરંતુ પત્નીઓના અત્યાચારથી પતિ મરણ પામે એવી ઘટના ક્્યારેકજ બનતી હોય છે. નાઇજિરિયાના અબુજા વિસ્તારમાં તાજેતરમાં એવી એક ઘટના બની ગઇ.
નાઇજિરિયાના ડેઇલી પોસ્ટ નામના અખબારમાં પ્રગટ થયેલી ઘટના ચોંકાવનારી છે. યુરોકો ઓનોજા નામના કરોડપતિ વેપારીએ છ લગ્ન કર્યા હતાં. છઠ્ઠા લગ્નની પત્ની યુવાન અને સુંદર હોવાથી સ્વાભાવિક રીતેજ પતિ એની તરફ વધુ ધ્યાન આપતો હતો.
અન્ય પાંચ પત્નીઓને આ વાત ગમતી નહોતી. એ પાંચે લાગ શોધી રહી હતી. એવો લાગ મળતાં આ પાંચેએ પતિ પર કાબુ મેળવીને એને આદેશ આપ્યો કે પાંચે પત્નીઓ સાથે વારાફતી સહશયન કરે નહીં તો એની હત્યા કરી નાખવામાં આવશે. પાંચે પત્ની ઉંમરમાં નાની મોટી હતી. પતિએ સૌથી યુવાન હોય એવી પાંચમી પત્નીથી શરૂ કરીને વધતી ઉંમર ધરાવતી પત્ની સાથે સહશયન કરવાનુ હતું. પતિએ આ પત્નીઓને સમજાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ પેલી સ્ત્રીઓ માની નહોતી અને મારી નાખવાની ધમકી ચાલુ રાખી હતી.
આખરે પતિએ વારાફરતી દરેક પત્ની સાથે સેક્સ માણવાનો આરંભ કર્યો હતો. એ ચોથી પત્ની સાથે હતો ત્યાં જ એનો દમ તૂટી ગયો હતો અને એ મરણ પામ્યો હતો. એને મરેલો જાઇને પાંચે પત્ની અબુજા નજીકના જંગલમાં નાસી ગઇ હતી. પોલીસ એ લોકોની તલાશમાં છે. પોલીસે બે પત્નીને પકડી લીધી હોવાનું ગામના પ્રમુખ ઓકેપે ઓદોહે સમાચાર સંસ્થાને જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




