મેચનું સીધું પ્રસારણ બપોરે ૪ વાગ્યેથી શરૂ, સનરાઈઝર્સમાં વોર્નરની વાપસી
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ૨૦૧૬માં ચેમ્પિયન બની હતી
કોલકાતા,તા.૨૩
રવિવારે ગત વર્ષની ઉપવિજેતા ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. આ મેચમાં તમામની નજર વાપસી કરી રહેલા ડેવિડ વોર્નર પર હશે. કોલકત્તાની ટીમ બે વખતની ચેમ્પિયન છે પરંતુ ૨૦૧૮માં તેણે એલિમિનેટરમાં હૈદરાબાદ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.
વોર્નરની આગેવાનીમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાનું એકમાત્ર આઈપીએલ ટાઇટલ ૨૦૧૬માં જીત્યું હતું અને ૨૦૧૭માં તે ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન કેપટાઉનમાં બોલ ટેમ્પરિંગ પ્રકરણ બાદ ગત આઈપીએલમાંથી બહાર રહ્યો હતો અને હવે તે સ્ટીવ સ્મિથ સાથે આઈપીએલમાં વાપસી કરવા માટે તૈયાર છે.
વોર્નર અને સ્મિથ પર બોલ ટેમ્પરિંગ માટે એક વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો જ્યારે યુવા કેમરન બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ લાગ્યો હતો. વોર્નર અને સ્મિથ બંન્ને પોત-પોતાની આઈપીએલ ટીમોમાં પ્રભાવ છોડવાની આશા લઈને બેઠા હશે. મહત્વનું છે કે, તેનો પ્રતિબંધ ૨૮ માર્ચે સમાપ્ત થશે પરંતુ ડાબા હાથનો આ ઓપનિંગ બેટ્સમેન ફ્રેન્ચાઇઝી લીગમાં રમી શકે છે અને તેણે શાનદાર પ્રદર્શનની મદદથી ઓસ્ટ્રેલિયાની વિશ્વકપની ટીમમાં દાવો ઠોકવાની આશા રાખી હશે.
જાન્યુઆરીમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ દરમિયાન કોણીમાં ઈજા માટે સર્જરી કરાવી ચુકેલા વોર્નરે સિડની ક્લબ રૈન્ડી પીટ્સ માટે શાનદાર વાપસી કરતા આ મહિનાની શરૂઆતમાં વનડે મેચમાં ૭૭ બોલમાં સદી ફટકારી દીધી હતી. ગત સિઝનમાં વોર્નરની ગેરહાજરીમાં ટીમની આગેવાની કરી ઉપવિજેતા બનાવનાર કેન વિલિયમસન સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન યથાવત રહેશે.
ટીમ પોતાની બોલિંગની ઊંડાઈ અને ભિન્નતા માટે જાણીતી છે. ભુનેશ્વર કુમાર ફાસ્ટ બોલિંગ વિભાગની આગેવાની કરશે જ્યારે અફગાનિસ્તાનનો રાશિદ ખાન સ્પિન આક્રમણનું નેતૃત્વ કરશે.
સનરાઇઝર્સે શિખર ધવનની જગ્યાએ વિજય શંકર, શાહબાજ નદીમ અને અભિષેક શર્માને સામેલ કર્યા છે પરંતુ જાવાનું છે કે, તે ભારતીય ઓપનિંગ બેટ્સમેનના જવાથી ખોટ પડશે ક નહીં. કેકેઆરની ટીમમાં કેપ્ટન દિનેશ કાર્તિક આઈપીએલની તકનો ફાયદો ઉઠાવીને પસંદગીકારોને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશે. ગૌતમ ગંભીરના ગયા બાદ કાર્તિકે કેકેઆર ટીમની આગેવાની કરી અને ટીમ ગત વર્ષે બીજા એલિમિનેટરમાં હૈદરાબાદ સામે હારીને ત્રીજા સ્થાને રહી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમઃ યુસુફ પઠાણ, રાશિદ ખાન, શાકિબ અલ હસન, ડેવિડ વોર્નર, મોહમ્મદ નાબી, માર્ટિન ગુપ્ટિલ, અભિષેક શર્મા, રિદ્ધિમાન શાહ, બેસિલ થંપી, બિલી સ્ટેનલેક, રિકી ભુઇ, ખલીલ અહેમદ, દિપક હુડા, ભુવનેશ્વર કુમાર, નટરાજન, સંદીપ શર્મા, કેન વિલિયમ્સન, શાહબાઝ નદીમ, જાની બૅરિસ્ટો, મનીષ પાંડે, વિજય શંકર, સિદ્ધાર્થ કોલ અને શ્રીવત્સ ગોસ્વામી
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમઃ દિનેશ કાર્તિક ( કેપ્ટ્ન અને વિકેટકીપર), કાર્લોસ બ્રેથવેટ, શિવમ માવી, કુલદીપ યાદવ, શ્રીકાંત મુંઢે, હેરી ગુરની, સુનિલ નારાયણ, પિયુષ ચાવલા, નિખિલ નાઈક, લોકી ફર્ગ્યુસન, પ્રસિદ્ધ કૃષ્ણ, આન્દ્રે રસલ, શુભમન ગિલ, નીતીશ રાણા, ક્રિસ લિન, કમલેશ નાગરકોટી, રિન્કુ સિંહ, એનરીચ નોર્ટજે, જાઈ ડેનલી, પૃથ્વી રાજ, રોબિન ઉથપ્પા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



