ટીએમસીમાંથી ૧૦૦ ધારાસભ્યો ભાજપમાં જોડાશેઃ અર્જુનસિંહ

0
7

અર્જુનસિંહ હાલમાં જ ટીએમસી છોડી ભાજપમાં જોડાયા છે
કોલકાત્તા,તા.૨૭
પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી માટે સૌથી રસપ્રદ યુદ્ધ આ વખતે લડવામાં આવી રહ્યું છે. કારણ કે સીધી હરીફાઈ ભાજપ અને ટીએમસી વચ્ચે છે. તાજેતરમાં અર્જુન સિંહ ટી.એમ.સી.માથી ભાજપમાં જોડાયા છે. એનું એમ કહેવું છે કે મમતા બેનરજીની પાર્ટીમાંથી આશરે ૧૦૦ ધારાસભ્યો બાજી બદલવા માટે તૈયાર છે.
ટીએમસીએ તેમના નિવેદનને ખૂબ મહત્વ આપ્યું ન હતું અને સૂચવ્યું હતું કે તે કોઈ ડૉક્ટરને મળે તો વધુ સારુ. અર્જુન સિંહે કહ્યું કે ટીએમસીના લગભગ ૧૦૦ ધારાસભ્યો ભાજપમાં જોડાવા માટે તૈયાર છે. તેઓ ભાજપના નેતાઓ સાથે નિયમિત સંપર્કમાં છે. કેટલાક ધારાસભ્યો તો ચૂંટણીઓ પછી બીજેપીનો હાથ પકડશે.
પશ્ચિમ બંગાળના ભાટપુરના ધારાસભ્ય અર્જુન સિંહનો ઉત્તર કોલકાતાથી નાદિયા સુધી ફેલાયેલો વિસ્તાર પર ભારે પ્રભાવ છે. તેઓ સ્થાનિક લોકસભાના કારણે ઘણી ચૂંટણીઓમાં ટીએમસી માટે ગેમ ચેન્જર રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ૪૨ લોકસભા બેઠકો છે. આ સમયે ભારતીય જનતા પાર્ટીએ બંગાળ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેના કારણે બંગાળમાં ભાજપનો આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY